બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરતાં હોય તો ચેતી જજો, 6 નુકસાન જાણી કંપારી છૂટશે

તમારા કામનું / શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરતાં હોય તો ચેતી જજો, 6 નુકસાન જાણી કંપારી છૂટશે

Last Updated: 03:08 PM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડીની ઋતુમાં ઘણા લોકો ગરમ પાણીએ નાહવાનું પસંદ કરે છે તો અમુક લોકો ઠંડીમાં પણ ઠંડા પાણીએ નાહવાનું પસંદ કરે છે. જો કે ઠંડીમાં ઠંડા પાણીએ નાહવું કેટલું સુરક્ષિત છે તે ઘણા ઓછા લોકો જાણે છે. ચાલો ત્યારે જાણીએ કે ઠંડીમાં ઠંડા પાણીએ નાહવું જોઈએ કે નહીં.

આખા ભારતભરમાં અત્યારે ઠંડી પ્રસરેલી છે ત્યારે ઠંડીની અસર આપણી લાઇફસ્ટાઇલ અને ખાણીપીણી પર પણ પડે છે. આ સાથે જ લોકો નાહવા માટે પણ ગરમ પાણીનો ઉપયોગ કરવા લાગે છે તો ઘણા લોકો ઠંડા પાણીથી ( cold shower) નાહવાનું પસંદ કરે છે, ત્યારે ઠંડા પાણીથી નાહવાના અલગ જ ફાયદા છે.

ઠંડા પાણીએ નાહવાથી ઇમ્યુનિટી વધે છે

શિયાળામાં ઠંડા પાણીથી નાહવાના વિચારથી જ લોકો કંપી ઉઠે છે પરંતુ તેના ઘણા ફાયદા છે. કોલ્ડ શાવર બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરે છે. મેન્ટલ એલર્ટનેસ વધારે છે અને ઇન્ફ્લેમેશન ઓછી કરે છે. વર્ષ 2016 ના એક અભ્યાસ અનુસાર ઠંડા પાણીએ નાહવાથી ઇમ્યુનિટી પણ વધે છે.

વધુ વાંચો: માનસિક બીમારી સામે ઝઝૂમતી અનન્યા પાંડે, શું છે આ 'શકિલો રોગ', જાણો ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ વિશે

કેટલું સુરક્ષિત છે ઠંડા પાણીએ નાહવું?

  • જો કે ઠંડા પાણીથી રોજ નાહવાથી તે કોલ્ડ સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે આથી હાર્ટની તકલીફ વાળા વ્યક્તિઓએ ખાસ સાચવવું.
  • જે લોકોની સ્કીન સેન્સિટિવ છે તેમના માટે પણ ઠંડા પાણીએ નાહવું હાનિકારક સાબિત થઈ શકે છે. આ લોકોને ઠંડા પાણીએ નાહવાથી સોરાયસિસ, એક્ઝિમા, ડ્રાયનેસ અને ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે.
  • બ્લડપ્રેશરની તકલીફ હોય તેવી વ્યક્તિઓને હાર્ટ પર દબાવ પડી શકે છે કારણકે તેને શરીરનું તાપમાન જાળવી રાખવા વધુ મહેનત કરવી પડે છે.
  • માંસપેશીઓને આરામ આપવા અને ઠંડીથી બચવા માટે શિયાળામાં હૂંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ.
  • નાહ્યા પછી સાવ ઓછી માત્રાઆ શરીર પર ઠંડુ પાણી રેડવાથી તે લોહીના પરિભ્રમણને વધારવામાં મદદરૂપ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Winter Tips Cold Shower Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ