રાહત / નોકરી છોડ્યા બાદ બે દિવસમાં જ થઈ જશે ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ, બદલાવાનો છે આ જુનો નિયમ

Code on Wages 2019 Soon, you will get full and final payment just 2 days

હવે નોકરી છોડવાના 2 જ દિવસમાં કંપની ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ કરી દેશે. અત્યારે કંપની છોડ્યા બાદ કોઈપણ કર્મચારીને સેટલમેન્ટ માટે ઓછાંમાં ઓછું 1 મહિનો રાહ જોવી પડે છે. નવો વેતન કોડ 2019 લાગુ થયા બાદ આ સુવિધા મળશે. 8 ઓગસ્ટે સરકારે આ કોડ અંગે સૂચના આપી હતી. હાલ 1936નો પેમેન્ટ ઓફ વેજ એક્ટ લાગુ છે, જેમાં કંપનીઓ માટે ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ કરવા કોઈ જ સમય મર્યાદા નિર્ધારિત નક્કી કરવામાં આવી નથી. જેથી સેટલમેન્ટમાં ઘણીવાર એકથી 3 મહિના સુધીનો સમય લાગી જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ