બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Cockroach food honest restaurant parcel in Ahmedabad

બેદરકારી / અમદાવાદમાં યુવતીએ જન્મદિવસે ઓનલાઈન મગાવેલ ઓનેસ્ટની પાઉંભાજીમાં વંદો નીકળ્યો

Hiren

Last Updated: 09:49 PM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ફરી વિવાદમાં આવી છે. CG રોડ પાસે ઓનેસ્ટ ફૂડના પાર્સલમાંથી વંદો નીકળ્યો છે. ગ્રાહકે ઓનલાઇન ફૂડ પાર્સલ મંગાવતા તેમાંથી વંદો નીકળવાનો બનાવ બન્યો. ત્યારે ગ્રાહકે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને રોષ વ્યક્ત કર્યો હતો.

  • ઓનલાઈન ફૂડ પાર્સલ ફરી વિવાદમાં
  • ફૂડ પાર્સલમાંથી નિકળ્યો વંદો
  • અમદાવાદના CG રોડ સ્થિત ઓનેસ્ટ રેસ્ટોરન્ટનું હતું પાર્સલ

અમદાવાદ શહેરમાં દિવસને દિવસે પાર્સલમાંથી જિવાત નીકળવાની ઘટના અટકવાનું નામ જ નથી લેતું. ફરી એકવાર અમદાવાદ શહેરની ખ્યાતનામ રેસ્ટોરાંમાંથી ઓનલાઇન મંગાવેલા ફૂડ પાર્સલમાં જિવાત નીકળી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 

મળતી માહિતી મુજબ સી.જી. રોડ પર આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટના ભાજી-પાવમાંથી એક યુવતીએ મિત્રના જન્મદિન નિમિતે ઝોમેટો ફૂડ ડિલિવરી એપના માધ્યમથી ઓનલાઇન પાર્સલ ઑર્ડર કર્યુ હતું. આ પાર્સલ બપોરે 2.00 વાગ્યાના સુમારે તેમના  મગાવેલ જગ્યા પર પહોંચી ગયું હતું.

જન્મદિનની ઉજવણી નિમીતે ભાજી-પાવનો ચટાકો માણવા માટે જ્યારે પાર્સલ ખોલ્યું તો તેમના હોશ ઉડી ગયા હતા! અને ઓનેસ્ટ રેસ્ટોરાંના ઓનલાઇન મંગાવેલા પાર્સલમાંથી જિવાત નીકળી હતી. યુવતીએ આ તસવીર પાડીને ખાણીપીણીના શોખીનો દ્વારા તૈયાર કરવામાં આવેલા 'ફૂડ હૉલિક ઇન અમદાવાદ' ફેસબુક પેજ પર આ તસવીરો પોસ્ટ કરી હતી.

જોકે આ ઘટના હજુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સુધી પહોંચ્યો નથી. હાલમાં આ પ્રકાર ની ઘટનાઓ વારંવાર બને છે તમે છતાં પણ કડક કાર્યવાહી કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Cockroach Food Honest restaurant ahmedabad અમદાવાદ ઓનેસ્ટ રેસ્ટોરન્ટ Negligence
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ