બ્રેકિંગ ન્યુઝ
VTV / Coaching Classes Business Education Policy Failure
vtvAdmin
Last Updated: 03:28 PM, 31 July 2019
તેનાથી એ બાબત ઉજાગર થાય છે કે ભારતમાં શિક્ષણક્ષેત્રે કામ કરતી કંપની દેશની સૌથી લોકપ્રિય ગેમનો હિસ્સો બની શકે છે. અબજો રૂપિયાની નેટવર્થ ધરાવતી આ કંપની હવે દુનિયાભરમાં જાણીતી થવા પ્રયાસ કરે તેમાં કંઇ ખોટું નથી. આ કંપની પહેલા ધોરણના વિદ્યાર્થીથી લઇને આઇએસની પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને કોચિંગ આપે છે. જોકે આપણે આ કંપનીના ઉદાહરણથી શિક્ષણના થઇ રહેલા વ્યવસાયીકરણ પર વાત કરવી છે.
ADVERTISEMENT
દેશના સ્કૂલ-કોલેજના અભ્યાસક્રમ ઉપરાંત વિવિધ પરીક્ષાની તૈયારીઓ માટેના કોચિંગ કલાસીસનો બિઝનેસ દેશમાં હવે અબજો રૂપિયાનો થયો છે. તેનો પુરાવો પણ અલગ અલગ રીતે મળે છે. પછી ભલે તે બોલિવૂડની ફિલ્મ સુપર થર્ટી હોય કે પછી કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના સમાચાર હોય. કોઇપણ ક્ષેત્રનો વિકાસ થાય અને બિઝનેસ સતત વધે તે આમ તો અર્થતંત્ર માટે સારી વાત છે. પરંતુ કોચિંગ કલાસીસ જે રીતે બિલાડીના ટોપની જેમ ઊભા થઇ રહ્યા છે તે ચિંતાજનક છે.
કોચિંગ કલાસનો ધંધો રીતસર ફુલે ફાલે તેનો અર્થ શિક્ષણના મૂળભૂત અધિકારને નકારવો તેવો થાય છે. આજે ગરીબ પરિવારો પણ કોચિંગના વિષચક્રમાં ફસાઇ રહ્યા છે. પહેલા ધોરણથી હવે બાળકને ખાનગી ટયૂશન કે કોચિંગ આપવું પડે તેવી જાણે એક પ્રથા પડી ગઇ છે. સરકારી શાળા કે કોલેજોના સ્તર આપણા ત્યાં કેટલું કંગાળ છે તે બધા જાણે છે. પરંતુ અનેક અડચણો સહન કરીને પણ પોતાના બાળકને ઊંચી ફી ભરી ખાનગી શાળામાં મૂકતા વાલીઓ પણ કોચિંગ કલાસનો વધારાનો ખર્ચો કરવા મજબૂર બને છે.
ADVERTISEMENT
ગુણવત્તાને પ્રોત્સાહન આપવાના નામે ત્રીસ વર્ષ પહેલાં આપણે દેશમાં શિક્ષણ માટે સરકારી અને ખાનગી શાળાઓનું બેવડું માળખું બનાવ્યું હતું, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે સરકારી અને ખાનગી શિક્ષણસંસ્થાઓને સમાંતર ટ્યૂશન અને કોચિંગ કલાસની તોતિંગ ઇન્ડસ્ટ્રી ઊભી થઇ ગઇ.
શિક્ષણનો તગડો વેપાર કરતી આ ઇન્ડસ્ટ્રી છેલ્લાં કેટલાક વર્ષોમાં એટલી પાવરફુલ બની ગઇ છે કે સરકારી અને ખાનગી સંસ્થાઓ તેની સામે લાચાર બની ગઇ છે. સાથે સાથે ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોને સમાન તકોની વાત તો કયાંય કોરાણે મુકાઇ ગઇ છે અને સરકાર કે લોકોને પણ તેની જાણે ખાસ ચિંતા નથી.
દેશમાં આ માટે કોઇ આંદોલનો કે લડત થતી નથી. પરિણામે એક તરફ સરકારી શાળાઓ મૃતપાય બની રહી છે. બીજી તરફ, ખાનગી શાળાઓની સાથે ખાનગી કલાસીસની સાથે ઓનલાઇન કોચિંગની પણ બોલબાલા વધી છે.કેન્દ્ર સરકારે જોકે નવી શિક્ષણ નીતિનો મુસદ્દો દેશવાસીઓ ચર્ચા કરી શકે તે માટે રજુ કર્યો છે.
જોકે કોચીંગ કલાસ વિના વિદ્યાર્થીઓને કેમ ન ચાલે? કોચિંગ કલાસ પર આટલી બધી નિર્ભરતા ઘટાડવા માટે નીતિમાં કયા ફેરફાર કરવા જોઇએ તેના પર ગંભીરતાથી પગલાં ન લેવાય ત્યાં સુધી નવી નીતિથી પણ કોઇ ફરક નહીં પડે.
શિક્ષણ વિશે આખા વિશ્વમાં શિક્ષણનીતિમાં અનેક પ્રયોગો થાય છે.પણ આપણી નિતિના આધારે કોઇ કંપની પૈસા કમાવવાનું સાધન બનાવે તો તેમાં તેનો વાંક નથી પરંતુ ટ્યૂશન અને કોચિંગ ઉદ્યોગની સફળતા આપણી શાળા-કોલેજોની શિક્ષણ નીતિની નિષ્ફળતાનું જ એક ઉદાહરણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.