અમદાવાદ / લો ગાર્ડનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે હેપ્પી સ્ટ્રીટનું લોકાર્પણ

અમદાવાદના લો ગાર્ડન ખાતે હેપ્પી સ્ટ્રીટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 8 કરોડના ખર્ચે હેપ્પી સ્ટ્રીટનું નિર્માણ કરાયું છે. લો ગાર્ડનની ખાઉગલી હવે હેપ્પી ફૂડ સ્ટ્રીટના નામે ઓળખાશે. આ હેપ્પી ફૂડ સ્ટ્રીટમાં કુલ 42 ફૂડવાન જેમાં 31 મોટી અને ત્રણ પ્રકારની 11 નાની ફૂડ વાન ઊભી રહેશે. ખાણીપીણીના શોખીનો હવે ઈન્ટરનેશનલ ફૂડની પણ જયાફત માણી શકશે. જો કે દિવસભર આ જગ્યાનો પાર્કિગ તરીકે ઉપયોગ કરવામાં આવશે અને રાત્રિ દરમિયાન ફૂડ સ્ટ્રીટ લાગશે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ