cm shviraj singh chauhan came out with a hand cart to collect toys for anganwadis in bhopal
શું વાત છે ! /
VIDEO: બાળકોની મદદ માટે લારી લઈને નીકળ્યા CM, 3 જ કલાકમાં 10 ટ્રક સામાન મળ્યો, 2 કરોડ તો કેશ
Team VTV10:11 AM, 25 May 22
| Updated: 10:22 AM, 25 May 22
આંગણવાડીના બાળકો માટે રમકડા એકઠા કરવા માટે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભોપાલના રસ્તાઓ પર લારી લઈને નિકળ્યા હતા.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી લારી લઈને રસ્તા પર નિકળ્યા
રસ્તા પર લોકો પાસેથી આંગણવાડી માટે રમકડા એકઠા કર્યા
લોકોનો ખૂબ સહકાર મળ્યો
આંગણવાડીના બાળકો માટે રમકડા એકઠા કરવા માટે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભોપાલના રસ્તાઓ પર લારી લઈને નિકળી પડ્યા હતા. અશોકા ગાર્ડન વિસ્તારમાં તે ખુદ હાથ લારી લઈને જનતાની વચ્ચે અને આંગણવાડી માટે રમકડા સહિત અન્ય વસ્તુઓ એકઠી કરી રહ્યા હતા. લોકોએ પણ ખૂબ સમર્થન આપતા રમકડા, રમત ગમતની વસ્તુઓ, ટીવી સ્ક્રીન, કૂલર અને વોટર કેમ્પર, વાસણ, જેવી વસ્તુઓ મુખ્યમંત્રીને આપી હતી.
मध्यप्रदेश के नागरिकों और सामाजिक संस्थाओं ने खिलौने,स्कूल बैग,टीवी व आवश्यकता की अन्य सामग्री के रूप में जो प्यार दिया है,उसके लिए हृदय से आभार व्यक्त करता हूं।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) May 24, 2022
મુખ્યમંત્રી શિવરાજ ફુલોથી સજાવેલી લારી લઈને રમકડા લેવા નિકળ્યા હતા. બે હાથ ઉંચા કરી લોકો પણ સમર્થન આપતા અને તેમને વસ્તુઓ આપી રહ્યા હતા.
ફક્ત 800 મીટર ચાલ્યા ત્યાં મળી ગયા 10 ટ્રક ભરાઈ તેટલા રમકડા
સીએમ શિવરાજે જણાવ્યું હતું કે, આ અભિયાનને લઈને જનતામાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો છે. 800 મીટર ચાલ્યા ત્યાં તો 3 કલાકમાં જ સામાન લેતા લેતા મારા હાથ દુખવા લાગ્યા હતા. લગભગ 10 ટ્રક ભરાય તેટલો સામાન આંગણવાડીઓ માટે એકઠો થયો હતો. જેને ભોપાલ જિલ્લાની 1800 આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવશે.
આંગણવાડી માટે સામાન ઉપરાંત લગભગ 2 કરોડ રૂપિયા પણ મળ્યા. સાથે જ મોટી સંખ્યામાં આંગણવાડીને દત્તક લેવા માટે વચન પત્ર પણ આપવામાં આવ્યા છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે ટ્વિટ કરીને આ અભિયાનનું સમર્થન કર્યું હતું. તેમણે આંગણવાડીઓ માટે 1 કરોડ અને 50 આંગણવાડીઓને દત્તક લેવાની જાહેરાત કરી હતી. તો વળી નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી અને કવિ કુમાર વિશ્વાસે પણ આ અભિયાનનું સમર્થન કર્યું હતું.
अभिनेता श्री @akshaykumar जी ने आंगनवाड़ी के इस अभियान के लिए एक करोड़ रुपया देने और 50 आंगनवाड़ियों को गोद लेने का संकल्प व्यक्त किया है।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) May 24, 2022
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે, આ અભિયાનને જનતાનું ખૂબ સમર્થન મળ્યું છે. સરકાર એકલા હાથે કશું કરી શકતી નથી, પણ જો લોકોનો સાથ મળે તો, કેટલાય કામ કરી શકે છે. મને વિશ્વાસ હતો કે, આ અભિયાન જરૂર સફળ થશે.