બ્રેકિંગ ન્યુઝ
VTV / CM SHIVRAJSINH DECLARED OCTOBER SALARY BEFORE DIWALI
Vaidehi
Last Updated: 06:17 PM, 20 October 2022
ADVERTISEMENT
દિવાળીનો તહેવાર હવે આંગણે આવી ચૂક્યો છે ત્યારે આ વર્ષે દિપાવલી મહિનાનાં અંતમાં આવી રહી છે જેનાં કારણે મોટા ભાગનાં નોકરીયાત લોકોને બજેટમાં ખેંચ પડી રહી છે. ત્યારે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રીએ CMOનાં ટ્વીટર હેન્ડલ દ્વારા રાજ્યનાં સરકારી કર્મચારીઓને દિવાળી પહેલાં વેતન આપવાની જાહેરાત કરી ખુશ ખબર આપી છે.
ટ્વીટ કરી આપી માહિતી
CM શિવરાજસિંહ ચૌહાણે CMOનાં ઑફિશયલ ટ્વીટર હેન્ડલ પર માહિતી આપતાં લખ્યું કે દિવાળીનો પવિત્ર પર્વ આવી રહ્યો છે. અમારા તમામ કર્મચારીસાથી, પરિવાર સાથે હર્ષોલ્લાસથી આ પર્વ ઉજવે તેના માટે આ મહિનાનો પગાર દિવાળીથી પહેલાં આપવાનો આદેશ કર્યો છે. તમામ કર્મચારી સાથીઓને દિવાળીની શુભકામનાઓ: CM
ADVERTISEMENT
दीपावली का पावन पर्व आ रहा है। हमारे सभी कर्मचारी साथी परिवार सहित दीपावली हर्षोल्लास के साथ मनाएं, इसलिए हम इस माह का वेतन दीपावली से पहले देने का आदेश जारी कर रहे हैं । सभी कर्मचारी साथियों को दीपावली की बहुत-बहुत शुभकामनाएं: CM
— Chief Minister, MP (@CMMadhyaPradesh) October 20, 2022
UPમાં યોગીજીએ આપી દિવાળી ગિફ્ટ
આ પહેલાં ઉત્તરપ્રદેશનાં સરકારી કર્મચારી અને પેન્શર્સને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિવાળીની ભેટ આપી હતી. તેમણે રાજ્ય કર્મચારી, પેન્શર્સ અને પારિવારિક પેન્શર્સ માટે મોંઘવારીનાં ભથ્થામાં વધારો કરવાનું એલાન કર્યું છે. તેની સાથે જ રાજ્ય સરકાર દિવાળી પર દરેક કર્મચારીને 6908 રૂપિયાનું બોનસ પણ આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.