બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / CM Rupani statement on low weight in fertilizer vadodara

પ્રતિક્રિયા / ખાતરની બોરીમાં ઓછા વજન મામલે CM રૂપાણીનું મહત્વનું નિવેદન

vtvAdmin

Last Updated: 04:33 PM, 17 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના કારેલીબાગમાં આવેલ સ્વામીનારાયણ મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી રૂપાણીએ હાજરી આપી હતી. ત્યાર બાદ તેમણે નર્મદા કેનાલમાં પડેલા ગાબડા અને ખાતરની થેલીઓમાં ઓછા વજન મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ખાતરની થેલીઓમાં 300 ગ્રામની ઘટ એ મામૂલી ઘટ કહેવાય.

રાજકોટમાં ખાતરની બોરી ઓછું વજન આવતા વિવાદ થયો છે. ત્યારે હવે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે, તેમણે કહ્યું હતું કે પાણીની લાઈન ત્વરિત રિપેરીંગ કરવામાં આવશે. સાથે નકલી બિયારણ કૌભાડ અંગે પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મીડિયા કૌંભાડની માનસિકતાથી બહાર આવે, આમાં કોઈ પ્રકારનો કૌંભાડ થયું નથી. 50 કિલોના બેગમાં 300 ગ્રામ વજન ઓછુ થયું છે. ભેજનો પ્રમાણ ઓછુ થવાને કારણે વજન ઓછુ થયુ છે.

તેમણે કહ્યું કે, ખાતરની થેળીઓમાં ઘટ છે એ મામુલી ઘટ કહેવાય તેમજ થેલીઓ પેક થતા સમયે લાગતો ભેજ થેલીઓમાં વજન ઓછું દેખાડે છે. તેમજ નર્મદા કેનાલમાં પડેલા ભંગાણ મુદ્દે કાર્યવાહી ખૂબ ઝડપે પુરી કરવામાં આવશે.

મહત્વનુ છે કે, રાજકોટમાં એક ખેડૂતે 40 બોરી ખાતર લીધી હતી. તમામ બોરીમાં 400 ગ્રામ ઓછુ વજન નિકળ્યુ હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ તપાસ કરતા બોરીઓમાં ઓછુ વજન આવતુ હોવાનુ સામે આવ્યુ હતું.

GSFCના MDને સીએમે રીપોર્ટ તૈયાર કરી બેઠક અર્થે બોલાવ્યા હતા
અગાઉ ખાતર કૌભાંડ મામલે હવે સીએમ વિજય રૂપાણીના નિવાસસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં સીએમ રૂપાણીએ રિપોર્ટ મગાવ્યો હતો. સીએમ રૂપાણીએ GSFCના MDને સમગ્ર રિપોર્ટ તૈયાર કરી અને બેઠકમાં બોલાવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

cm rupani khatar vadodara Reaction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ