બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ચૂંટણી 2019 / CM rupani statement on lok sabha election result gujarat bjp congress

ચૂંટણી / CM રૂપાણી બોલ્યાં, ગુજરાત કા બેટા દુનિયા કા નેતા, તમામ 26 બેઠકો પર ભાજપની

vtvAdmin

Last Updated: 10:02 AM, 24 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત અને સમગ્ર દેશમાં ભાજપ... ભાજપ... છે ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપને જીતની આશા છે. મહત્વનું છે કે, અમિત શાહનો ગાંધીનગર બેઠક પરથી ભવ્ય વિજય થયો છે.

વલણોમાં ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થતા નજરે પડી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં અને ગુજરાતમાં મોદી લહેર યથાવત છે. ગુજરાતમાં 26 બેઠક પર ભાજપ જીતશે. ગુજરાત કા બેટા દુનિયા કા નેતા... આ જીત ભારતવાસીઓની જીત છે. ભારતની જનતાએ ભાજપને જીત અપાવવાનું નક્કી કર્યુ. આ ચૂંટણી પરિણામો નરેન્દ્ર મોદીની ઉપલબ્ધી છે. ભારત વિજયી ભવ:.

વધુમાં તેમણે કહ્યું કે, હું ગુજરાતની જનતાનઓ આભાર માનું છું. ભાજપની જીત માટે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. 

વિધાનસભા પેટાચૂંટણીને લઇને રૂપાણીએ કહ્યું કે, 4 વિધાનસભા બેઠક પર પણ ભાજપની જીત નજીક છે. જોકે જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપની જીત થઇ છે.

ઇવીએમ મુદ્દે સીએમ રૂપાણીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, વર્ષ 2004, 2009 અને 2014માં EVM કોંગ્રેસને સારા લાગ્યા હતા. તમે જીતો તો ઇવીએમ સારા, હારો તો ખરાબ. કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ રહેતા EVM પર હારનું ઠીકરું ફોડે છે. વિપક્ષ નેતૃત્વની નિષ્ફળતાને છુપાવવા માટે ઇવીએમનો મુદ્દો ઉઠાવે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Lok Sabha Election 2019 Lok sabha Results cm rupani Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ