CM રૂપાણીએ આડે પાંચ વર્ષ માટે પ્રવાસનનીતિની જાહેરાત કરી હતી જેમાં ઘણી સ્પષ્ટતાઓ કરી હતી ત્યારે તેમણે લીકર મામલે પણ નીવેદન આપ્યું હતુ.
વેલનેસ રિસોર્ટ પર 15 ટકા સબસિડી અપાશેઃ CM
500 કરોડથી વધુ રોકાણ કરે તેને 15 ટકા સહાયઃ CM
"500 કરોડથી વધુ રોકાણ કરનારને જમીન લીજ પર અપાશે"
CM રૂપાણીએ નવી પ્રવાસન પોલિસીની જાહેરતા કરી હતી. 5 વર્ષની પ્રવાસન પોલિસી કરી જાહેર કરવામાં આવી છે. 1 જાન્યુ. 2021થી 31 માર્ચ 2025 સુધી પોલિસી જાહેર કરી હતી. જેમાં ઘણા મહત્વના મુદ્દે CM રૂપાણીએ સ્પષ્ટતાઓ કરી હતી.
દારૂને લઈને શું કહ્યું CM રૂપાણીએ
લીકર મુદ્દે CM વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું હતુ જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, નવી પ્રવાસન પોલિસીમાં લીકરને ઢીલ આપવામાં નહીં આવે. વિદેશી પ્રવાસીઓને એરપોર્ટથી જ લીકર મળી રહે છે એટલે એવી કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી.
પ્રવાસીઓ તાજમહેલ કરતા SOUની વધુ મુલાકાત લે છે
CM રૂપાણીએ નવી પ્રવાસનનીતિ જાહેર કરતા પ્રસંગે જણાવ્યું હતુ કે, પ્રવાસન પોલ પોલિસીને પ્રોત્સાહન આપવાથી પ્રવાસીઓ વધતા રાજ્યનો વિકાસ દર વધશે. પ્રવાસીઓ તાજમહેલ કરતા SOUની વધુ મુલાકાત લે છે. ગિરનાર રોપ-વે, સી-પ્લેન, હેરિટેજને પ્રોત્સાહન મળશે. જૂની પોલિસીમાં અનેક ફેરફાર કરાયા છે. દ્વારકા પાસે શિવરાજપુરને વિકસિત કરાશે અને વોટરપાર્ક, થીમ પાર્કને પ્રોત્સાહિત કરવામાં આવશે.
500 કરોડથી વધુ રોકાણ કરે તેને 15 ટકા સહાય
CM રૂપાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, વેલનેસ રિસોર્ટ પર 15 ટકા સબસિડી આપવામાં આવશે. 500 કરોડથી વધુ રોકાણ કરે તેને 15 ટકા સહાય મળશે એટલું જ નહીં પણ 500 કરોડથી વધુ રોકાણ કરનારને જમીન લીજ પર અપાશે. સ્પોર્ટ્સ, એડવેન્ચર ટૂરિઝમ માટે પણ સહાય અપાશે. ટૂરિસ્ટ વિસ્તારમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહનોમાં મૂળ કિંમતના 15 ટકા સહાય અપાશે.