CM Rupani including State leaders Paid tribute to Sushma Swaraj
ચિરવિદાય /
CM રૂપાણી સહિત રાજ્યના નેતાઓએ સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી
Team VTV11:12 AM, 07 Aug 19
| Updated: 12:31 PM, 07 Aug 19
પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું મંગળવારના રોજ 67 વર્ષની વયે હાર્ટ એટેક આવતાં દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે. અત્યારે તેમના નિવાસ સ્થાન પર તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાયો છે.
પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધન બાદ દેશભરમાં નેતાઓમાં દુખની લાગણી છવાઈ ગઈ છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ સુષમા સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. સીએમ રૂપાણીએ સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે, તેઓ મને સતત માર્ગદર્શન આપતા હતા અને વિદેશ મંત્રી તરીકે દુનિયામાં ભારતની છબિ ઉભી કરી હતી. અટલજીની જેમ સુષમાજીનો પણ પ્રભાવ હતો.
તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, સુષમાજીના નિધનથી દેશને મોટી ખોટ પડી છે અને સારા વક્તા ગુમાવ્યા છે. તો વિભાવરી દવેએ પણ દુખ વ્યક્ત કર્યું હતું. સાથે જ મંત્રી ઈશ્વર પરમારે તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
સુષમા સ્વરાજના નિવાસ સ્થાન પર તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદીએ તેમના નિવાસસ્થઆને પહોંચી અને પાર્થિવદેહના અંતિમ દર્શન કર્યા છે. પીએમ મોદીએ અંતિમ દર્શન કરી સુશમા સ્વરાજનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જે દરમિયાન પીએમ મોદીની આંખો ભીની થઇ ગઇ હતી.