બ્રેકિંગ ન્યુઝ
VTV / cm of meghalaya purchased mg zs ev electic suv
Khyati
Last Updated: 11:31 AM, 23 May 2022
ADVERTISEMENT
પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ખાવુ શું તે એક સવાલ થઇ પડ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. જો કે પર્યાવરણની દ્રષ્ટિએ કહો કે આર્થિક દ્રષ્ટિએ, લોકો હવે ઇલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે. ઇલેક્ટ્રીક વાહનોની માંગ વધી રહી છે. ત્યારે મેઘાલયના મુખ્યમંત્રીએ પણ ઇલેક્ટ્રીક કાર ખરીદી.
ADVERTISEMENT
મેઘાલયના સીએમએ ખરીદી ઇલેક્ટ્રીક કાર
મેઘાલયના સીએમ કૉનરાડ સંગમાએ ઑફિસ આવવા જવા માટે ઇલેક્ટ્રીક કાર ખરીદી. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ સીએમ સચિવાલયે કૉનરાડ સંગમા માટે ઇલેક્ટ્રીક કારનો ઓર્ડર આપ્યો હતો. જેની શુક્રવારે ડિલીવરી કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઇલેક્ટ્રિક કાર MG ZS EV છે, જે પાંચ સીટર ઇલેક્ટ્રિક SUV છે.
રાજ્ય સરકાર આપી રહી છે પ્રોત્સાહન
મહત્વનું છે કે પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર પણ ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડીશા , ઝાર ખંડ સહિતના રાજ્યોમાં ઇલેક્ટ્રીક વાહન ખરીદવા માટે સબસીડી આપવામાં આવે છે.
પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઓછી
સીએમ સંગમાએ કહ્યું કે તેઓ આ નવી ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે કરશે. તેમણે અન્ય અધિકૃત વિભાગોની સાથે લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેઓએ જણાવ્યું કે અમે પર્યાવરણને બચાવવા અને ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન પર ઇંધણના પ્રભાવને ઘટાડવા માટે પોતાના ભાગમાં આવતા કાર્યને કરવા માટે સક્ષમ છે.
આ ઇલેક્ટ્રિક કાર મહત્તમ રેન્જ આપે છે
મહત્વનું છે કે ઇલેક્ટ્રીક કાર કિંમતમાં મોંઘી ખરી પરંતુ હાઇએસ્ટ રેન્જ આપે છે. MG મોટરે 7 માર્ચે ભારતની પ્રથમ ઇલેક્ટ્રીક ઇન્ટરનેસ એસયૂવીના ફેસલિફ્ટ વેરિએન્ટ 2022 MG ZS EV લોન્ચ કરી હતી. આ કારને સૌથી વધુ રેન્જ અને 75 કનેક્ટેડ ફીચર સાથે લૉન્ચ કરવામાં આવી હતી. આ ઇલેક્ટ્રિક કાર ભારતમાં મળનારી સૌથી વધુ રેન્જ આપનારી ઇલેક્ટ્રીક કાર છે. ZS ઇલેક્ટ્રિક સિંગલ ચાર્જ પર 461kmની રેન્જ આપે છે. આમાં 50.3kWH બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બેટરી 143bhpનો પાવર અને 353Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે માત્ર 8.5 સેકન્ડમાં 0-100 kmphની ઝડપે પહોંચી શકે છે.
નીતિન ગડકરી હાઇડ્રોજન કારમાં પહોંચ્યા હતા સંસદ
મહત્વનું છે કે કેન્દ્રના મંત્રીઓ પણ ઇલેક્ટ્રીક કારને પ્રોત્સાહન આપી રહ્યા છે. હમણા થોડા સમય પહેલા જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ટોયોટા મિરાઇ લઇને સંસદ પહોંચ્યા હતા. આ એક ઓલ હાઇડ્રોજન ઇલેક્ટ્રીક કાર છે. ટોયોટા મિરાઇ હાઇડ્રોડનથી ઉત્પન્ન વીજળીથી ચાલે છે. ટોયોટા મિરાઇને ગડકરીએ માર્ચમાં લૉન્ચ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.