બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / CM of Gujarat responds to Mahua Moitra's statement

વિવાદીત નિવેદન / જૈનો વિષે દીદીની ખાસ સાંસદે કરેલ ટિપ્પણી પર વિવાદ: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું માફી માંગો, સંઘવીએ પણ ચડાવી બાંયો

Last Updated: 04:34 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા મોટા ભાગે સંસદમાં અને સંસદની બહાર વિવાદીત નિવેદનો આપવા માટે ટેવાયેલા છે. જેને લઈને તેઓ ચર્ચામાં પણ રહેતા હોય છે. આ વખતે તેમણે જૈન સમુદાયને લઈને વાંધાજનક નિવેદન આપ્યું છે.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા મોટા ભાગે સંસદમાં અને સંસદની બહાર વિવાદીત નિવેદનો આપવા માટે ટેવાયેલા છે. જેને લઈને તેઓ ચર્ચામાં પણ રહેતા હોય છે. આ વખતે તેમણે જૈન સમુદાયને લઈને વાંધાજનક નિવેદન આપ્યું છે. જેને લઈને સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ લોકોમાં ભારોભારનો ગુસ્સો છે.

 

 

હકીકતમાં જોઈએ તો, મહુઓ મોઈત્રાએ 3 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવમાં ભાગ લેતા લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, આપ ભવિષ્યના ભારતથી ડરો છો, તો આપની ચામડીમાં સહજ છે. જે પરસ્પર વિરોધી વાસ્તવિકતાઓની સાથે સહજ છે. આપ એ ભારતથી ડરો છો, જ્યાં એક જૈન છોકરો ઘરેથી છુપાઈને અમદાવાદના રસ્તાઓ પરની એક લારીએ કબાબ ખાય છે. મહુઆ મોઈત્રાએ આપેલા આ નિવેદનથી હવે જૈન સમાજમાં ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. 

 


ટીએમસીના સાંસદ દ્વારા આપવામા આવેલા આ નિવેદનના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે. જેનો વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. આ બાબતની ગંભીરતા જાણી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જવાબ આપતા ટ્વિટ કર્યું છે કે, અહિંસા, અપરિગ્રહ અને જીવદયાના સંસ્કારો ધરાવતા સમુદાય માટે સંસદમાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરીને આ સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી છે. તેમને તેમના આ અપમાનજનક શબ્દો માટે જૈન સમુદાય પાસે માફી માગવી જોઈએ.

 

તો વળી આ બાબતને લઈને હર્ષ સંઘવીએ પણ મહુઆ મોઈત્રાને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, આવુ બોલીને તેઓ નબળી માનસિકતા છતી કરે છે. કોઈ પણ સમુદાય વિશે બોલતા પહેલા ધ્યાન રાખો, મર્યાદામાં બોલો. જૈન સમુદાય વિશે આવુ બોલી જ કેમ શકો .

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat CM Harsh Sanghavi Jainism TMC MP mahua moitra Gujarat CM Bhupendra patel
Pravin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ