cm nitish kumar jdu mla alliance with bjp rjd rajya sabha election rcp singh
રાજકારણ /
બિહારમાં થશે નવાજૂની: CM નીતિશનું ફરમાન- 72 કલાક સુધી પટના બહાર ન જાય એકેય ધારાસભ્ય
Team VTV01:02 PM, 23 May 22
| Updated: 01:13 PM, 23 May 22
નીતિશ કુમારે પોતાની પાર્ટી જનતા દળ યુનાઈટેડના ધારાસભ્યોને 72 કલાક સુધી પટનમાં જ રહેવાના આદેશ આપી દીધા છે. સીએમ નીતિશના ફરમાન બાદ રાજકીય હોબાળો મચી ગયો છે.
બિહારના રાજકારણમાં નવા જૂની થશે
આગામી 72 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે
સીએમ નીતિશ કુમારે પોતાના ધારાસભ્યોને 72 કલાક સુધી પટનામાં રહેવા આદેશ આપ્યા
બિહારના રાજકારણમાં ભારે ખળભળાટ મચેલો છે. એક બાજૂ લાલૂ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ કીધું છે. તો વળી બીજી બાજૂ ભાજપ સાથે રાજ્યમાં ગઠબંધન ચલાવી રહેલા નીતિશ કુમારે પોતાની પાર્ટી જનતા દળ યુનાઈટેડના ધારાસભ્યોને 72 કલાક સુધી પટનમાં જ રહેવાના આદેશ આપી દીધા છે. સીએમ નીતિશના ફરમાન બાદ રાજકીય હોબાળો મચી ગયો છે. આગામી 72 કલાક સુધી બિહારના રાજકારણ માટે અતિ મહત્વના છે.
72 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે
પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો સાથે સતત મુલાકાત કરતા રહે છે. સીએમ નીતિશની સક્રિયતા જોતા એવું દેખાઈ રહ્યું છે, બિહારના રાજકારણમાં ચોક્કસથી કંઈક ઉથલપાથલ થવાની છે. શું ફરી એક વાર નીતિશ કુમાર પલ્ટી મારીને ભાજપથી અલગ થઈ સરકાર બનાવાનો પ્લાન બનાવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે. આ બધા પ્રશ્નોના જવાબ આગામી 72 કલાકની અંદર મળી શકે છે. રાજ્યનું રાજકરણમાં મોટા ફેરફાર શક્ય છે.
લાલૂ પરિવાર પર દરોડા મામલે આપ્યું નિવેદન
CM નીતિશ કુમારે એક દિવસ પહેલા પણ પાર્ટી કાર્યાલય પર પોતાના મંત્રીઓ અને ધારાસભ્યો સાથે પૂર્વ ધારાસભ્યો પણ સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ નીતિશ કુમારે લાલૂ પરિવાર પર દરોડાને લઈને સવાલના જવાબમાં કહ્યું કે, જેણે રેડ કરી છે, તે જ બતાવી શકશે. નીતિશના આ નિવેદનને લાલૂ પરિવાર પર દરોડા માટે ભાજપને જવાબદાર ઠેરવવાના રૂપમાં જોઈ શકાય છે.
ઈફ્તાર પાર્ટીમાં નજીક આવ્યા નીતિશ અને તેજસ્વી
બિહારમાં છેલ્લા એક મહિનાનો ઘટનાક્રમ જોઈએ તો, ત્રણ એવા મોકા આવ્યા છે, જ્યાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ એક સાથે જોવા મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ એકબીજા સાથે હળવાશની ક્ષણો માણી રહ્યા હતા. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, આ અગાઉ ઘણી વાર પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેજસ્વી યાદવ તરફથી નીતિશ કુમારને ઈફ્તાર પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ મળતુ રહ્યું છે, પણ તેઓ ક્યારે તેમા સામેલ થવા જતાં નહોતા. આ વખતે નીતિશ કુમારે ચાલતા ચાલતા રાબડી દેવીના નિવાસ સ્થાન પર ઈફ્તાર પાર્ટીમાં જોડાવા ગયા હતા.