બ્રેકિંગ ન્યુઝ
VTV / cm naveen patnaik on Odisha Train Accident
Arohi
Last Updated: 11:44 AM, 7 June 2023
ADVERTISEMENT
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે દાવો કર્યો છે કે પ્રદેશના લોકોએ બાલાસોર રેલ દુર્ઘટનામાં 1 હજારથી વધારે લોકોના જીવ બચાવ્યા છે. અમે આ ભયાનક દુર્ઘટનામાં જોયું કે કેવી રીતે સ્થાનીક લોકો રેસ્ક્યૂમાં લાગેલા છે.
ADVERTISEMENT
સાથે જ હોસ્પિટલોમાં રક્તદાન માટે લાંબી લાંબી લાઈને જોવા મળી હતી. આ તસવીરો અમૂલ્ય છે. આફતમાં જીવ ગુમાવનારની યાદીમાં એક મિનિટનું મોન રાખ્યા બાદ નવીન પટનાયકે કહ્યું કે સ્થાનીક લોકોના પ્રયત્નોએ ઓડિશાના લોકોની કરૂણા અને માનવતા પ્રગટ કરી છે.
લોકોએ બચાવ્યા 1 હજાર લોકોના જીવ
સીએમ પટનાયકે કહ્યું કે દુર્ઘટના બાદ ડૉક્ટર, મેડિકલ વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા દરેકના મનમાં એક જ વાત હતી કે અમે જેટલી બની શકે લોકોના જીવ બચાવી શકીએ અને અમે એક હજારથી વધારે લોકોના જીવ બચાવ્યા.
ટ્રેન દુર્ઘટનાને યાદ કરતા સીએમએ કહ્યું કે બાલાસોરમાં થયેલી દુર્ઘટનાથી ઘણા લોકો પ્રભાવીત થયા છે જેણે દેશ, અહીં સુધી કે દુનિયાને હચમચાવી દીધી. તેમણે કહ્યું આ ખૂબ જ દુખનો સમય છે. પરંતુ આ દુર્ઘટનાએ ઓડિશાની તાકાત, સંકટના સમયે આસાઓ પર ખરા ઉતરવાની ક્ષમતાને સાબિત કરી દીધું છે.
પટનાયકે કહ્યું કે મંત્રી, મુખ્ય અધિકારીઓ, સહાયક કર્મચારીઓ દરેક દુર્ઘટનાસ્થળ અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર હતા, વ્યવસ્થા કરી રહ્યા હતા અને બચાવ અભિયાન પર નજર રાખી રહ્યા હતા અને ઘાયલોની સારવાર કરી રહ્યા હતા.
દુર્ઘટનામાં 288 લોકોએ ગુમાવ્યા જીવ
રેલ દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા છે. મુખ્ય સચિવ પીકે જેનાએ કહ્યું કે સોમવાર સુધી 275 મોતની પુષ્ટિ થઈ હતી પરંતુ મૃતદેહના સત્યાપન બાદ આ આંકડો 288 થઈ ગયો. જેનાએ કહ્યું કે અત્યાર સુધી કુલ મૃતકોમાંથી 205 મૃતદેહોની ઓળખ કરી તેમના પરિજનોને સોંપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 83 મૃતદેહોની ઓળખ માટે તેમને એમ્સ-ભુવનેશ્વર અને અન્ય હોસ્પિટલોમાં રાખવામાં આવ્યા છે.
CBI કરી રહી છે દુર્ઘટનાની તપાસ
જણાવી દઈએ કે દુર્ઘટનાની તપાસ CBI કરી રહી છે. CBIની ટીમે મંગળવારે બે વખત બાલાસોરમાં ઘટના સ્થળ અને બહનાગા રેલવે સ્ટેશન પહોંચીને તપાસ કરી. ટીમે મેન લાઈન અને લૂપ લાઈન બન્નેની તપાસ કરી. CBIના અધિકારી આ સમયે સિગ્નલ રૂમ પણ ગઈ. ટીમની સાથે રેલવેના અધિકારી હાજર હતા.
ટીમનું સંપૂર્ણ ફોકસ ઘટનાની પાછળનું કારણ અને ગુનાની શોધ પર છે. આ સિલસિલામાં ટીમ રેલવે સુરક્ષા એક્સપર્ટ પાસે પણ વિચાર કરી શકે છે. તપાસ માટે બનાવેલી ટીમનું નેતૃત્વા સીબીઆઈના સંયુક્ત નિર્દેશક વિપ્લવ કુમાર ચૌધરી કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.