Team VTV09:04 PM, 19 Dec 20
| Updated: 09:25 PM, 19 Dec 20
કૃષિ કાયદા મુદ્દે સરકારમાં માથાકૂટ ચાલુ છે. ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર શનિવારે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને મળ્યા હતા. બંને નેતાઓએ કૃષિ કાયદા અંગે ચર્ચા કરી. કૃષિ પ્રધાનને મળ્યા બાદ સીએમ ખટ્ટરે કહ્યું કે એક કે બે દિવસમાં આનો ઉકેલ મળી જશે. મનોહર લાલ ખટ્ટર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ મળવાના છે.
સીએમ ખટ્ટરે કહ્યું કે મારું માનવું છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે આગામી 2-3 દિવસમાં વાતચીત થઈ શકે છે. ખેડુતોના વિરોધનો ઉકેલ ચર્ચા દ્વારા લાવવો જોઇએ. મુખ્યમંત્રીએ કહ્યું કે આ મુદ્દાને જલ્દીથી હલ કરવામાં આવે.
I believe that the talk could be held in the next 2-3 days. A solution to this issue (farmers' protest) should be found through discussion. I have said that this issue should be resolved soon: Haryana CM Manohar Lal Khattar after meeting Union Agriculture Minister NS Tomar https://t.co/vfDtJq6EHWpic.twitter.com/EQjEhb5iUk
ઉલ્લેખનીય છે કે, કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને ખેડુતો વચ્ચે મડાગાંઠ છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાની વિરુધ્ધ દિલ્હીની બોર્ડર પર ખેડુતો છેલ્લા 24 દિવસથી વિરોધ કરી રહ્યા છે. હજારો ખેડૂત દિલ્હી બોર્ડર પર અડિંગો જમાવીને બેઠા છે. મોદી સરકારનું કહેવું છે કે તે વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ ખેડૂતોની માંગ છે કે કૃષિ કાયદા રદ કરવામાં આવે તો જ વાટાઘાટો શક્ય છે.
સરકાર અને ખેડૂતો વચ્ચે મડાગાંઠ
સરકાર અને ખેડુતો વચ્ચે અત્યાર સુધીમાં અનેક તબક્કાની વાટાઘાટો થઈ છે, પરંતુ તે તમામમાં રસ ન રહ્યો. ખેડૂત નેતાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળી ચૂક્યા છે. સરકારે ખેડુતોને લેખિતમાં પ્રસ્તાવ પણ આપ્યો હતો, પરંતુ ખેડુતોએ તેને ઠુકરાવી દીધો છે. જો કે, ખેડૂતોની માંગ છે કે ત્રણેય કાયદા પાછા ખેંચવામાં આવે, પરંતુ સરકાર આ સુધારા અંગે તૈયાર છે અને ખેડુતો તેને સ્વીકારી રહ્યા નથી. આવી સ્થિતિમાં બંને પક્ષે મડાગાંઠ જોવા મળી રહી છે.
ભાજપ કરી રહ્યું છે કિસાન સંમેલન
મોદી સરકારના વિવાદિત કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદ પર ખેડુતોનું આંદોલન 24 માં દિવસે પ્રવેશી ગયું છે. દરેક એક દિવસ સાથે, આ આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહી છે. દરમિયાન, ખેડૂત આંદોલન વિરૂદ્ધ માહોલ બનાવવા માટે ભાજપે દેશભરમાં કિસાન સંમેલન યોજવાનું અભિયાન શરૂ કર્યું છે, જેમાં પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ જોડાઇ રહ્યા છે. કૃષિ મંત્રી ખુદ આવા પરિષદોમાં જોડાઇને કૃષિ કાયદાના લાભના ફાયદા ગણાવી રહ્યા છે.
ગ્વાલિયરમાં મહિલાઓએ કૃષિમંત્રીને ઘેર્યા
ઉલ્લેખનીય છે કે, આવા જ એક ખેડુત સંમેલનમાં ગ્વાલિયર પહોંચેલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને જ્યારે એક ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે કેટલાક લોકોએ તેમના કાફલાને ઘેરી લીધો હતો.
લોકો સાથે વાત કરવા ગાડીમાંથી નીચે ઉતરેલા તોમરને મહિલાએ ખરી-ખોટી સંભળાવી હતી. મહિલાએ તોમરને સીધો સવાલ કર્યો કે, કૃષિ કાયદા અંગે વાતચીત કરવા માટે દિલ્હીની ઠંડીમાં ઠૂંઠવાઇ રહેલા ખેડૂતો નથી દેખાતા? કે ગ્વાલિયરના ખેડૂતો સાથે વાત કરવા આવી પહોંચ્યા છો.