બ્રેકિંગ ન્યુઝ
ParthB
Last Updated: 09:17 PM, 8 July 2021
ADVERTISEMENT
સૌરવ ગાંગુલી આજે પોતાનો 49મો જન્મદિવસ મનાવી રહ્યા છે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આજે પોતાનો 49મો જન્મદિવસ મનાવી રહ્યા છે. સવારથી જ જન્મદિવસની તેમને શુભકામનાઓ મળી રહી છે. આ બધા વચ્ચે બંગાળના CM મમતા બેનર્જીએ તેમના ઘરે જઈને તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. CM મમતાએ બુકે અને કેક પણ ગિફ્ટમાં આપ્યા હતા. CMનું સૌરવ ગાંગુલીના ઘરે જવું એ કોઈ રાજકીય ઘટનાથી ઓછું ના ગણી શકાય.
ADVERTISEMENT
મમતા બેનર્જીના શપથ ગ્રહણમાં પણ સામેલ થયા હતા ગાંગુલી
વિધાનસભા ચૂંટણીમાં ભાજને હરાવને મમતા બેનર્જી ત્રીજી વાર બંગાળની CM બની છે. રાજભવનમાં આયોજીત થયેલ ગ્રહણ સમારોહમાં અન્ય મહેમાનો સાથે સૌરવ ગાંગુલીનું નામ પણ તેમાં ઉમેરવામાં આવ્યું છે. સૌરવ ગાંગુલી પણ આ શપથ ગ્રહણમાં થયા હતા. ગાંગુલી ઘણા સમયથી CM મમતાના સંપર્કમાં છે. મમતા બેનર્જીએ સૌરવ ગાંગુલીને એકડેમી બનાવવા માટે એક જમીન પણ ફાળવી હતી પણ એ જમીન આગળ જતાં પાછી આપી દીધી હતી.
મમતા બેનર્જીના શપથ ગ્રહણમાં પણ સામેલ થયા હતા ગાંગુલી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાનું ચૂંટણી પહેલા ગાંગુલી ઘણા સમય સુધી ચર્ચાનો વિષય બની ગયા હતા. ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે તેઓ PM મોદીની ચૂંટણીમાં ભાગ લેશે અને ભાજપ માટે પ્રચાર કરશે. પણ ગાંગુલીએ આવું કઈ પણ ન કર્યું અને રાજકારણથી અલગ રહ્યા. તેઓ ભાજપમાં પણ ના ગયા કે પછી બીજી કોઈ પાર્ટી માટે પ્રચાર કરવા ના ગયા. તેમની સાથે મિથુન ચક્રવતીની પણ અટકળો વધી હતી પણ તેઓ પછી ભાજપમાં જોડાઈ ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
J&K Assembly Election 2024 / જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરુ, 415 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.