બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'મહાકુંભ મૃત્યુ કુંભમાં ફેરવાયો...' લાલુ યાદવ બાદ મહાકુંભ પર મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન
Last Updated: 04:18 PM, 18 February 2025
Mahakumbh 2025 : મહાકુંભને લઈ હવે મમતા બેનરજીએ નિવેદન આપ્યું છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તાજેતરની ભાગદોડની ઘટનાઓનો ઉલ્લેખ કરીને મમતાએ મહાકુંભને 'મૃત્યુ કુંભ' ગણાવ્યું. તેમણે કહ્યું કે, VIP લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
મમતા બેનર્જીએ કહ્યું, મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં ફેરવાઈ ગયો છે. વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. માત્ર મમતા બેનર્જી જ નહીં ઘણા વિપક્ષી નેતાઓ મહાકુંભને લઈને CM યોગી પર હુમલો કરી રહ્યા છે અને તેમના પર અરાજકતા અને ગેરવહીવટનો આરોપ લગાવી રહ્યા છે.
Kolkata: On #MahaKumbh2025, West Bengal CM Mamata Banerjee says, "This is 'Mrityu Kumbh'...I respect Maha Kumbh, I respect the holy Ganga Maa. But there is no planning...How many people have been recovered?...For the rich, the VIP, there are systems available to get camps (tents)… pic.twitter.com/6T0SyHAh0e
— ANI (@ANI) February 18, 2025
ADVERTISEMENT
પોસ્ટમોર્ટમ વિના મૃતદેહો બંગાળ મોકલવામાં આવ્યા
મમતાએ મંગળવારે કહ્યું, તમારે આટલો મોટો કાર્યક્રમ યોજવા માટે આયોજન કરવી જોઈતું હતું. ભાગદોડની ઘટના પછી કુંભમાં કેટલા કમિશન મોકલવામાં આવ્યા હતા? મૃતદેહોને પોસ્ટમોર્ટમ કર્યા વિના બંગાળ મોકલવામાં આવ્યા હતા. તેઓ કહેશે કે, લોકો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા છે અને તેમને કોઈ વળતર આપવામાં આવશે નહીં.
The tragic loss of 18 lives in the Delhi stampede is deeply heartbreaking. This painful incident highlights the importance of careful planning and management, especially when it comes to the safety of citizens.
— Mamata Banerjee (@MamataOfficial) February 16, 2025
Pilgrims on their way to the Maha Kumbh should have been met with…
તમે દેશના ભાગલા પાડવા માટે ધર્મ વેચો છો
આ સાથે તેમણે કહ્યું, તમે દેશને વિભાજીત કરવા માટે ધર્મ વેચો છો.' અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યું કારણ કે તમે ડેથ સર્ટિફિકેટ વિના મૃતદેહો મોકલ્યા હતા. આ લોકોને વળતર કેવી રીતે મળશે? અગાઉ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શિવપાલ સિંહ યાદવે મહાકુંભને લઈને યુપી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, શાસ્ત્રોમાં ક્યાંય પણ 144 વર્ષ પછી કુંભ મેળાનો ઉલ્લેખ નથી, જો હોય તો આ લોકોએ જણાવવું જોઈએ.
સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કહ્યું, પીઆર માટે સરકારી પૈસાનો દુરુપયોગ થયો છે. આવી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. અરાજકતા પ્રવર્તે છે. શિવપાલે આરોપ લગાવ્યો કે, સરકાર સનાતન ધર્મ હોવાનો ડોળ કરીને લોકોની શ્રદ્ધા સાથે રમી રહી છે. સરકારનો ખરો ઉદ્દેશ્ય જનતાના વિશ્વાસનો દુરુપયોગ કરવાનો છે. આ લોકોને શ્રદ્ધા સાથે કોઈ લેવાદેવા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.