Tuesday, June 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / ગઠબંધનને લઇને રાહુલ ગાંધીને કેજરીવાલનો જવાબ, પૂછ્યું- કયો યૂ ટર્ન!

ગઠબંધનને લઇને રાહુલ ગાંધીને કેજરીવાલનો જવાબ, પૂછ્યું- કયો યૂ ટર્ન!

એક તરફ મોદી લહેરને માત આપવા માટે મોદી વિરોધી પાર્ટીઓ મહાગઠબંધન કરી રહી છે. જ્યારે બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે સીટોની ફાળવણીને લઈને ખેંચતાણ ચાલી રહી છે. તેવામાં રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટીને ગઠબંધન માટે ઓફર કરી તો કેજરીવાલે તેનો કાંઈક અલગ અંદાજમાં જવાબ આપ્યો.

કોંગ્રેસે અનેક રાજ્યોમાં મોજી વિરોધી પક્ષો સાથે મહાગઠબંધનને અંજામ આપ્યો છે. પરંતુ રાજધાની દિલ્હીમાં કોકડું ગુચવાયું છે. જાણે સંભવિત ગઠબંધન એક પહેલી બનતું જઈ રહ્યું છે. ગઠબંધનને લઈને બંને પાર્ટીઓ વચ્ચે હા..ના..હા...ના.. જેવુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપને ખુલ્લી ઓફર કરી છે. સાત સીટો વાળી દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 4 સીટોની ઓફર કરતા રાહુલે કહ્યું કે, હવે તમારો આગળ વધવાનો વારો છે. રાહુલ ગાંધી ટ્વીટ કરતા લખ્યું કે, દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનનો મતલબ ભાજપની ખરાબ રીતે હાર. કોંગ્રેસ આ જીતને નિશ્ચિત કરવા માટે આપને 4 સીટો આપવા માગી રહી છે. પરંતુ કેજવીવાલે યૂ-ટર્ન લગાવ્યો છે.
  જોકે રાહુલ ગાંધીના આ ટ્વીટ બાદ કેજરીવાલનો જવાબ પણ આવી ગયો છે. કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું કે, રાહુલ ક્યા ટૂ-ટર્નની વાત કરે છે ? હજૂ તો વાતચીત ચાલી રહી છે. તમારા ટ્વીટ પરથી એ સ્પષ્ટ થાય છે કે, ગઠબંધન કરવાની તમારી ઈચ્છા નથી, પરંતુ આ માત્ર દેખાવો થઈ રહ્યા છે. મને દુઃખ છે કે, તમે માત્ર નિવેદનો જ કરો છો. આજે દેશને મોદી-શાહના ખતરાથી બચાવવો મહત્વનો છે. પરંતુ કમનસીબી છે કે, તમે યુપી અને અન્ય રાજ્યોમાં પણ મોદી વિરોધી વોટ-બૉટ કરીને મોદીને જ મદદ કરી રહ્યા છો. 
  મહત્વનું છે કે, ભાજપને હરાવવા માટે જિલ્લીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની લાંબા સમયથી અટકળો છે. આમ આદમી પાર્ટી ગઠબંધન માટે કોંગ્રેસ પાસેથી પંજાબ અને હરિયાણામાં કેટલીક સીટોની માગણી કરી રહી છે. એક સમયે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન નક્કી પણ હતું. માત્ર જાહેરાતની જ વાર હતી. પરંતુ અચાનક ગઠબંધનની ગાંઠ બંધતા-બંધાતા ક્યાંક ફસાઈ ગઈ અને ગઠબંધન ન થઈ શક્યું. ત્યારે હવે રાહુલના આ ટ્વીટ બાદ દિલ્હીમાં કોંગ્રેસ-આપ એકસાથે આવી શકે છે કે, પછી એકલાહાથે જ મેદાનમાં જંપલાવે છે તે જોવું રહ્યું.
CM kejriwal congress aap rahul gandhi

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ