કહેવાય છે ને કે રાજકારણ એક એવી બિમારી છે કે એક વાર રોગ લાગે પછી મટવાનું નામ નથી લેતું. આજે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ તહેવારોની ઉજવણીમાં પણ રાજકારણ રમવાનું ચૂકતાં નથી. ગુજરાતાનાં મુખ્યમંત્રી વિજય રુપાણી લોકો સાથે ઉતરાયણ કરવા માટે પહેલા ખોખરા અને પછી પાલડી મેયરનાં ઘરે પહોંચ્યાં હતાં જ્યાં તેમણે કંઈક એવું કર્યું કે લોકોએ CMને કહ્યું કે સાહેબ આજે તો રહેવા દો....
CM મેયર અને ભાજપનાં નેતાઓએ CAAનાં સમર્થનમાં પતંગ ચગાવ્યાં
CAAનાં સૂત્રો વાળા પતંગ ચગાવ્યાં હતા
CM વિજય રુપાણીએ પહેલા ખોખરા અને પછી પાલડી મેયર નિવાસ સ્થાને ઉત્તરાયણની ઉજવણી કરવા પહોંચ્યા હતાં. ત્યારે રુપાણી, મેયર બિજલ પટેલ સહિત ભાજપનાં નેતાઓએ ઈન્ડિયા વિથ CAAનાં સૂત્રો વાળા પતંગ ચગાવ્યાં હતાં. જેને જોઈને કેટલાક લોકોએ કહ્યું કે સાહેબ પતંગ ચગાવો એનો વાંધો નહીં પણ આજે નો દિવસ તો રહેવા દો...
CMનો પતંગ કપાયો
બીજી તરફ પાલડી મેયર નિવાસનાં ધાબા પરથી વિજય રુપાણીએ જેવો પતંગ ચગાવ્યો કે હજું માંડ ચગ્યો હશે ને પતંગ કપાઈ ગયો હતો. જેવો CMનો પતંગ કપાયો કે સામેથી બુમ આવી કે એ લપેએએએએટ..... અડધી પીચ પર રમનારા CMનો પતંગ ચગે એ પહેલાં કપાઈ જતા ત્યાં હાજર બધા જ ખડખડાટ હસી પડ્યાં હતાં. જોકે આ ઘટનાને CM રુપાણીએ પણ સહજતાથી લીધી હતી અને તેઓ પણ હસી પડ્યાં હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પોળમાં CMની ઉત્તરાયણ થતી હોય છે પહેલીવાર પોળની બહાર ઉત્તરાયણ કરવામાં આવી છે.
CMએ કહ્યું મને કાપવામાં નહી ઉડાડવામાં માનીએ છીએ
ભાજપના ખેસ સાથે કર્યો રુપાણીએ પતંગ ચગાવ્યો
CMનો પતંગ હવામાં વેગ પકડે તે પહેલા જ કપોયો હતો પણ CMએ ફરી બીજો પતંગ ચઢાવ્યો અને જનતાને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે અમે કાપવામાં નહીં પણ ઉડાડવામાં માનીએ છીએ. પતંગ એટલે કાર્યકર્તા અને ઉમેદવાર છે. દોરી એટલે સંગઠન છે. સારી પતંગ, સારો દોરો મળીને આ વર્ષે ઊંચી પતંગ ઉડાવી રહ્યાં છીએ. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિજયી થશે. એવી આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ અમદાવાદના મેયર બિજલ પટેલે પણ જનતાને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી.
કોંગ્રેસે પણ બાકાત નથી
ઉત્તરાયણના તહેવારનો લાભ લઈ CMએ CAAના સમર્થનનાં સૂત્રો વાળા પતંગ ચગાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ઉત્તરાયણનાં 2 દિવસ પહેલા મોંઘવારી, ભ્રષ્ટાચાર અને શિક્ષણના સૂત્રો લખેલા પતંગ ચગાવ્યાં હતાં. તેમજ લોકોને વહેંચ્યા હતાં.