બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / કચ્છમાં ડ્રોન હુમલા બાદ CM ભૂપેન્દ્ર પટેલની સરહદી જિલ્લાના કલેક્ટરો સાથે મહત્વની બેઠક, સુરક્ષાની સ્થિતિની થશે સમીક્ષા

ઇમરજન્સી મીટિંગ / કચ્છમાં ડ્રોન હુમલા બાદ CM ભૂપેન્દ્ર પટેલની સરહદી જિલ્લાના કલેક્ટરો સાથે મહત્વની બેઠક, સુરક્ષાની સ્થિતિની થશે સમીક્ષા

Last Updated: 11:12 AM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના સરહદી જિલ્લાના કલેક્ટરો સાથે આ બેઠકનું આયોજન છે. બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિતના અધિકારીઓ હાજર રહેશે.

રાજ્યમાં સરહદી સુરક્ષાની સ્થિતિને લઈ બેઠકોનો દોર યથાવત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્વની બેઠકનું આયોજન કરાયું છે. રાજ્યના સરહદી જિલ્લાના કલેક્ટરો સાથે આ બેઠકનું આયોજન છે. બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિતના અધિકારીઓ હાજર રહેશે. સવારે કચ્છમાં થયેલા ડ્રોન હુમલાની ગંભીરતાને જોતા આ બેઠકનું આયોજન કરાયું હોવાનું માનવામાં આવે છે.

Vtv App Promotion

આજે સવારે કચ્છની સરહદે પાકિસ્તાનનો વધુ એક ડ્રોન હુમલો ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. . અબડાસાના નાની ધ્રુફી ગામ પાસે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. હાલની સંવેદનશીલ સ્થિતિને જોતા કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને કોઇ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઇ છે,સાથે જ કોઇપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા પણ કહેવાયું છે.

આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત કેમિસ્ટ એસો.નો મોટો નિર્ણય, વેપારીઓને આપ્યો મહત્વનો આદેશ

કચ્છમાં થયેલા આ ડ્રોન હુમલા બાદ સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે કે પાકિસ્તાન આ સરહદી જિલ્લામાં વધુ છમકલા કરી શકે છે.. આ સંજોગોમાં પાકિસ્તાન દ્વારા થતી કોઇપણ નાપાક હરકતથી સામાન્ય નાગરિકોને કોઇ નુકસાન ન થાય તેને લઇને આ બેઠકમાં ચર્ચા થશે તેવું માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India-Pak Tension Emergency Meeting CM Bhupendra Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ