CM Bhupendra Patel's exemplary initiative to save electricity
પહેલ /
અજવાળામાં લાઇટ બંધ રાખીને કામ કરો: વીજળી બચાવવા CM ભૂપેન્દ્ર પટેલની પહેલ, મંત્રીઓને કર્યું સૂચન
Team VTV01:36 PM, 08 Feb 23
| Updated: 01:52 PM, 08 Feb 23
મુખ્યમંત્રીની ઓફિસ અને કાર્યાલયમાં જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી લાઈટ ચાલુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યાલયથી વીજળી બચાવવાની પહેલ કરી છે.
વીજળી બચાવવા CM ભૂપેન્દ્ર પટેલની પહેલ
જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી લાઈટ ચાલુ ન કરવા સૂચના
મુખ્યમંત્રીએ સાથી મંત્રીઓને પણ આ અંગે સૂચન કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજળી બચાવવા અનુકરણીય પહેલ કરી છે. જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી સીએમ ઓફિસમાં લાઈટ ચાલુ ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની આ અનુકરણીય પહેલથી વીજળીની બચત પણ થશે. આ સાથે જ તેમણે એન્ટી રૂમના વીજ ઉપકરણો પણ જાતે જ ચાલુ-બંધ કરવાનો નિર્ણય લીધો છે.
કુદરતી પ્રકાશ આવતો હોય ત્યાં સુધી લાઈટ ચાલુ ન કરવાનો નિર્દેશ
સતત બીજી વખત મુખ્યમંત્રીની કમાન સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. ત્યારે હવેથી મુખ્યમંત્રી કાર્યાલયમાં વીજળીની બચત થાય તે માટે જ્યાં સુધી ઓફિસ અને કાર્યાલયમાં અજવાળું હોય એટલે કે કુદરતી પ્રકાશ આવતો હોય ત્યાં સુધી લાઇટ ચાલુ ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
સાથી મંત્રીઓને પણ કર્યું સૂચન
CM ભૂપેન્દ્ર પટેલે અન્ય મંત્રીઓને પણ અજવાળું હોય ત્યાં સુધી લાઇટ ચાલુ ન કરવા સૂચન કર્યું છે. વીજળીની બચત થાય તે હેતુથી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સૂચન કરવામાં આવ્યું છે.
આ પહેલથી વીજળીની બચત પણ થશે
આપને જણાવી દઈએ કે, ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં સવારે ઓફિસો શરૂ થતાંની સાથે જ લાઇટ ચાલુ થઇ જતી હોય છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ અનોખી પહેલથી સરકારી તિજોરીનું આંશિક ભારણ ઓછું થશે અને એટલી વીજળીની પણ બચત થશે. એન્ટી રૂમમાં પણ AC સહિતના જે વીજ ઉપકરણો છે તે કોઇ બેઠા હોય કે ન હોય સતત ચાલુ રહેતા હોય છે. જેના કારણે વીજળીનો વ્યય થતો હોય છે. ત્યારે મુખ્યમંત્રીએ પોતાના કાર્યાલયથી વીજળી બચાવવાની પહેલ શરુ કરી છે.