બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / CM Bhupendra Patel's big decision, power of Gujarat's University was reduced, power of VC and PVC was cut
Vishnu
Last Updated: 10:25 PM, 9 November 2021
ADVERTISEMENT
ગુજરાતની અનેક યુનિવર્સિટીઓમાં ગપલા બાજી ચાલી રહી છે. ક્યાંક સગાવાદ રાખી ભરતી થઈ રહી છે તો ક્યાંય વહીવટના નામે જો હુકમી ચલાવવામાં આવી રહી છે પણ હવે નહીં, રાજ્યમાં યુનિવર્સિટીઓની સત્તાઓ મુદ્દે ભૂપેન્દ્ર સરકારે સરકારનો મોટો નિર્ણય લઈ લીધો છે. VC અને PVCની સત્તામાં રાજ્ય સરકારે કાપ મૂક્યો છે.
ADVERTISEMENT
મહત્વના નિર્ણય પહેલા રાજ્ય સરકાર સાથે પરામર્શ જરૂરી
યુનિવર્સિટીઓ વિવાદનું ઘર બનતા ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડી આદેશ જારી કર્યો છે કે કુલપતિને મહત્વના નિર્ણય અગાઉ સરકારની મંજૂરી લેવી પડશે જેમાં સેનેટ, સિન્ડીકેટની ચૂંટણી નિર્ણય માટે સરકારનું માર્ગદર્શન ફરજિયાત તો મોટા નાણાંકીય ખર્ચ, બજેટની જોગવાઇ મુદ્દે અને કાયમી કે કરાર આધારીત ભરતી પ્રક્રિયા માટે માર્ગદર્શન લેવા સુચન આપી દેવામાં આવ્યું છે. રાજ્યની તમામ યુનિવર્સીટીને પત્ર દ્વારા આ અંગેની સુચના આપી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિ. વિવાદનું ઘર
થોડા દિવસ અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુનિયર એન્જિનિયરને બાંઘકામ સમિતિના નિષ્ણાંત બનાવી દેવામાં આવ્યા હતા. જેને લઈને ભારે વિવાદ થયો હતો. તે પહેલા પણ આસિટન્ટ પ્રોફેસરની ભરતીને લઈને અહિયા વિવાદ સર્જાયો હતો.જે બાદ ભાજપના જ કોર્પોરેટરે ભાજપના સિન્ડિકેટ સભ્યની નિયુક્તી કરી હોવાનો વિવાદ ચગ્યો હતો. જેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા હતા. આ મામલે વોર્ડ નંબર-5ના ભાજપના કોર્પોરેટર હાર્દિક ગોહિલે VCને રજૂઆત કરી હતી.
વડોદારામાં એમ એસ યુનિવર્સીટીનો મોટા છબરડા
M. S. યુનિવર્સિટીના સેનેટ સિન્ડિકેટ સભ્યો અને ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખી ભરતી કૌભાંડની તપાસ કરાવવા માંગ કરી હતી, જેના આધારે સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રિન્સિપાલ એ. એસ. રાઠોડ અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં પ્રિન્સિપાલ આર. એમ. મોડની બે સભ્યોની કમિટી બનાવી યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં તપાસ કરવાના આદેશ આપ્યા હતા. યુનિવર્સિટીમાં સગાવાદ ચાલતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તો બીજી તરફ યુનિવર્સિટીએ 11 વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધા બાદ તેમના એડમીશન કેન્સલ કર્યા છે. જેથી વિદ્યાર્થીઓ બરોબરના રોષે ભરાયા હતા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.