ભારે વરસાદ /
ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં, તમામ મદદ પહોંચાડવાની આપી ખાતરી
Team VTV10:47 AM, 19 Oct 21
| Updated: 11:40 AM, 19 Oct 21
ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં પરિસ્થિતી ખરાબ થઈ ગઈ છે રાજ્યમાં કુલ 65 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં ગુજરાતીઓ પણ ફસાઈ જતા મુખ્યમંત્રીએ ઉત્તરાખંડના CM સાથે વાત કરી છે.
ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓનો મામલો
CM ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના CM સાથે કરી વાત
મુખ્ય સચિવે ફસાયેલા ગુજરાતીઓ સાથે કરી વાત
તમામ પ્રકારની મદદ પહોંચાડવાની આપી ખાતરીઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, તો વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા હાલ ચારેય ધામ યાત્રા બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ સંકટ વચ્ચે ગુજરાતના કેટલાક પ્રવાસીઓ ફસાયા છે.
મહત્વનું છે કે હજુ પણ ઉત્તરાખંડમાં ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ફરાયેલા ગુજરાતીઓને લઈને રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે.
CM ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના CM સાથે કરી વાત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના CM સાથે વાત કરી હતી અને ગુજરાતીઓ અંગે માહિતી મેળવી હતી હાલ તો બીજી તરફ ગુજરાતના મુખ્ય સચિવે પણ ફસાયેલા ગુજરાતીઓ સાથે વાત કરી હતી, અને તમામને મદદ કરવાની ખાતરી આપી છે. મુખ્યસચિવે ઉત્તરાખંડના સ્થાનિક વહિવટી તંત્ર પાસે માહિતી મેળવી હતી જેમાં યાત્રાએ ગયેલા તમામ ગુજરાતીઓ સલામત હોવાનું જણાવ્યું છે.
ફસાયેલા ગુજરાતીઓને જરૂરી મદદ માટે કરી વાત
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો ભારે વરસાદને કારણે ઉત્તરકાશી અને નેતાલ આસપાસ હજારો ગુજરાતીઓ ફસાયા હોવાનું પણ મનાઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં મણિનગરનો એક પરિવાર ફસાયો છે, મણિનગરનો અવિરોધ મેકવાન દીકરા-દીકરી, જમાઈ સાથે યાત્રા પર ગયા છે ત્યારે યમનોત્રીની યાત્રા બાદ અવિરોધ મેકવાન નેતાલના મહિમા રિસોર્ટમાં ફસાયા ગયો હોવાનું જણાઈ રહ્યું છે.
ફસાયેલા ગુજરાતીઓને જરૂરી મદદ માટે કરી વાત
આ તરફ અમદાવાદ વાડજનું પણ એક દંપતી કેદારનાથમાં ફસાયું છે, ગંગોત્રીમાં ભારે વરસાદના કારણે 3 હજારથી વધુ ગાડી અટવાઈ ગઈ છે. તેમાં આ પરિવાર ફસાઈ ગયું છે તો રાજકોટનું પણ 180 લોકોનું ગૃપ ગંગોત્રીમાં ફસાયું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ તો ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈ ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર ફસાયા છે.
મુખ્ય સચિવે ફસાયેલા ગુજરાતીઓ સાથે કરી વાત
હાલ તો ઉત્તરાખંડની આફતમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી વાત કરી છે. મુખ્ય સચિવે પણ ત્યાના સ્થાનિક વહિવટ સાથે સંપર્ક કરીને ગુજરાતીઓ વિશે માહિતી મેળવી હતી. જો કે પ્રવાસે ગયેલા તમામ ગુજરાતીઓ સલામત હોવાનું મનાઈ રહ્યું છે.