CM Bhupendra Patel Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana, Allocated grant of 5 crore 62 lakh to Karjan, Kheralu, Modasa Municipality
મંજૂરી /
CM ભૂપેન્દ્ર પટેલનો ખાનગી સોસાયટીઓને લઈ મહત્વનો નિર્ણય, રાજ્યના 3 નગરોના 51 કામોને આપી લીલીઝંડી
Team VTV05:11 PM, 23 Jun 22
| Updated: 05:27 PM, 23 Jun 22
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામો માટે રાજ્યના ત્રણ નગરોને રૂ. પ.૬ર કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી
રાજ્યના ત્રણ નગરોને ફાળવ્યા નાણાં
કરજણ,ખેરાલુ,મોડાસા પાલિકાને ફાળવ્યા
રૂપિયા 5 કરોડ 62 લાખની ફાળવણી
CM ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામો માટે રાજ્યના ત્રણ નગરોને 5 કરોડ 62 લાખ રૂપિયા ફાળવ્યા છે. જેમાં કરજણ, ખેરાલુ, મોડાસા નગરપાલિકાનો સમાવેશ થાય છે. ખાનગી સોસાયટીઓ જનભાગીદારી યોજનામાં સી.સી.રોડ-પેવર બ્લોક-પીવાના પાણીની પાઇપ લાઇનના વિવિધ કામોથી ૪૩૯ પરિવારોને લાભ થશે.
ખાનગી સોસાયટીઓ માટે પ.૬ર કરોડના નાના મોટા કામો પાસ
ખાનગી સોસાયટીઓ જનભાગીદારી યોજનામાં સી.સી.રોડ-પેવર બ્લોક-પીવાના પાણીની પાઇપ લાઇનના વિવિધ કામોથી ૪૩૯ પરિવારોને લાભ થશે . રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નગરજનોને પોતાના રહેણાકની ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી વિવિધ કામો હાથ ધરવા રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નાણાંની ફાળવણી કરે છે
ખાનગી સોસાયટી જનભાગીદારીના પ૧ કામોમે મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને આ યોજના અંતર્ગત રૂ. પ.૬ર કરોડની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ અંગેની જે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. તેમાંથી તેમણે કરજણ નગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના પ૧ કામો માટે રૂ. પ.૦૭ કરોડની મંજૂરી આપી છે આ પ૧ કામોમાં સી.સી રોડ અને પેવર બ્લોકના કામોનો સમાવેશ થાય છે. કુલ પ૧ પરિવારોને આ કામોથી સુવિધા મળતી થશે. મોડાસા નગરપાલિકાને રૂ. ૩૦ લાખ ૩૭ હજાર ૪૭૪ રૂપિયાના ખર્ચે ખાનગી સોસાયટી જનભાગીદારી અન્વયે પેવર બ્લોક નાંખવાના ૪ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે. આ કામો મંજૂર થવાથી ર૭૯ પરિવારોને લાભ મળતો થશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત ખેરાલુ નગરપાલિકાને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારીના કુલ બે કામો માટે રૂ. ર૪,૬૩,૯૦૦ ની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે
કયા કામો હાથ ધરશે, રેશિયો શું હશે?
આ રકમમાંથી પીવાના પાણીની પાઇપ લાઇન અને ગટર લાઇનના કામો હાથ ધરાશે. કુલ ૧૦૯ પરિવારોને આના પરિણામે લાભ મળવાનો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ જનભાગીદારી યોજના હેઠળ રસ્તાના કામો માટે રાજ્ય સરકાર, સોસાયટી અને સ્થાનિક સંસ્થા કુલ ખર્ચના ૭૦:ર૦:૧૦ મુજબની રકમ ભોગવે છે. તદઅનુસાર શહેરી વિકાસ વિભાગ મારફત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે રજુ કરેલી આ ત્રણેય નગરપાલિકાઓની દરખાસ્તોને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.