બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:42 PM, 4 July 2025
ગુજરાતમાં પૂર્ણ થયેલી ગ્રામ પંચાચતોની ચૂંટણી બાદ નવા વરાયેલા સરપંચોનું સંમેલન યોજાયું હતું.. આ સંમેલનમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે હાજરી આપી હતી.
ADVERTISEMENT
LIVE: ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓનો અભિવાદન સમારોહ. https://t.co/8dBg4tQwrC
— CMO Gujarat (@CMOGuj) July 4, 2025
આ પ્રસંગે તેમણે ચૂંટાયેલા સરપંચોને સંબોધ્યા હતા અને ભ્રષ્ટાચાર ન આચરવાનો કડક સંદેશ આપ્યો હતો.. તેમણે કહ્યું કે પૈસાની બાબતમાં ખુબજ સંભાળીને કામ કરવાનું છે. ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડીશું નહીં, તેમણે વધુમાં કહ્યું કે આવા કોઇ લોકોને અત્યાર સુધી છોડ્યા નથી અને આગામી સમયમાં પણ છોડવાના નથી .
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ સ્વરાજ માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિથી આપીને સરપંચોના હાથમાં ગામના સર્વાંગી વિકાસની સત્તા આપી છે. તેમણે ગ્રામ પંચાયતના સૌ વિજયી થયેલ સરપંચો અને સભ્યોના ઉત્સાહને વધારતાં કહ્યું હતું કે, તમે સૌ ગ્રામ વિકાસના સ્તંભ છો અને ગામના વિકાસના પ્રત્યેક કામમાં તમારી ભૂમિકા મહત્ત્વની રહેવાની છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ સ્વરાજ માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિથી આપીને સરપંચોના હાથમાં ગામના સર્વાંગી વિકાસની સત્તા આપી છે. તેમણે ગ્રામ પંચાયતના સૌ વિજયી થયેલ સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓના ઉત્સાહને વધારતાં… pic.twitter.com/TJSFZl7msB
— CMO Gujarat (@CMOGuj) July 4, 2025
આ પણ વાંચોઃ કચ્છમાં કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટો-વીડિયોની લિંક પોસ્ટ થતા ખળભળાટ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.