cM Bhupendra Patel signed MoUs for proposed investments of 11,291 crores
ગુડ ન્યૂઝ /
10,600 લોકોને રોજગારી મળશે: CM ભૂપેન્દ્ર પટેલે આજે 11,291 કરોડના સૂચિત રોકાણો માટે MoU કર્યા, આ ઉદ્યોગોના રોકાણો આવશે
Team VTV01:55 PM, 27 Mar 23
| Updated: 02:15 PM, 27 Mar 23
દર સપ્તાહના પ્રથમ દિવસે MoUના ઉપક્રમમાં સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં છઠ્ઠી શ્રેણીમાં ૦૩ MoU કુલ રૂ. 11,291 કરોડના સૂચિત રોકાણો માટે સંપન્ન : આ રોકાણથી 10,600 લોકોને રોજગારી મળશે
“ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ” યોજના
રાજ્ય સરકાર સાથે MoU ની કુલ છ શ્રેણીમાં કુલ રૂ. ૯૦,૬૬૫ કરોડના ૫૯ MoU સંપન્ન થયા (૧૩/૦૨/૨૦૨૩થી ૨૭/૦૩/૨૦૨૩)
આ ઉદ્યોગોથી ૬૫,૪૩૧થી વધુની સૂચિત રોજગારીની તકો મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો ‘આત્મનિર્ભર ભારત’નો કોલ આત્મનિર્ભર ગુજરાતના નિર્માણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાકાર કરવામાં રાજ્ય સરકારે વધુ એક કદમ માતબર મૂડીરોકાણ માટેના એમ.ઓ.યુ. દ્વારા ભર્યુ છે.
દર સપ્તાહના પ્રથમ દિવસે MoU કરવાનો નવતર અભિગમ
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજાય છે.
ગુજરાત સરકારે 42 દિવસમાં 90,665 કરોડના MoU કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ ઉપક્રમના છ તબક્કાઓ તા. ૧૩/૦૨/૨૦૨૩થી ૨૭/૦૩/૨૦૨૩ દરમ્યાન પૂર્ણ થયા છે અને કુલ પ૯ જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના પરિણામે ગુજરાતમાં કુલ ૯૦,૬૬૫ કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે. એટલું જ નહિ, આ ઉદ્યોગો શરૂ થવાથી ૬૫,૪૩૧ જેટલા લોકોને રોજગાર અવસર પણ આવનારા દિવસોમાં મળતા થશે. જે ક્ષેત્રોમાં અત્યાર સુધીમાં MoU થયા છે તેમા કેમિકલ ક્ષેત્રે ૪૦ હજાર, એન્જીનિયરીંગ ક્ષેત્રે ૬ હજાર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પાંચ હજાર સૂચિત રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી વચ્ચે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ₹10 કરોડના ખર્ચે ‘ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરી’ ની સ્થાપના કરવા માટેના MoU સંપન્ન કરવામાં આવ્યા. pic.twitter.com/lr1PWdmjtw
‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્ટસ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ને વધુ ગતિ આપતાં આ સોમવારે તા.ર૭મી માર્ચે એક જ દિવસમાં ૩ MoU મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતા. ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતીમાં થયેલા આ ૩ MoU દ્વારા રાજ્યમાં રૂ. ૧૧,ર૯૧ કરોડનું સૂચિત રોકાણ આવશે અને ૧૦,૬૦૦ જેટલી સંભવિત રોજગારીનું સર્જન થશે. આ બહુવિધ MoU અન્વયે ફાર્માસ્યુટિકલ્સ અને સોડાએશ ઉદ્યોગોમાં રોકાણો આવશે. MoU કરનારા ઉદ્યોગોમાં બે ભારતીય કંપની અને એક જાપાનિઝ કંપનીએ અનુક્રમે નખત્રાણા, વાલિયા અને સાણંદ ખાતે પોતાના ઉત્પાદન એકમો શરૂ કરવામાં રસ દાખવ્યો છે. આ ‘‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની, યુ.એસ.એ, યુ.કે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ આ પહેલા MoU કરેલા છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની એ રાજ્ય સરકાર વતી તથા સંબંધિત ઉદ્યોગકારોએ પોતાના એકમો વતી MoU પર હસ્તાક્ષર કરીને મુખ્યમંત્રી તથા મંત્રીઓ સમક્ષ આપ-લે કરી હતી. આ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્ષ્ટ–બી ના એમ.ડી. મમતા હિરપરા અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.