બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / CM Bhupendra Patel remembers Anandiben on Women's Day, see what he said

ગાંધીનગર / VIDEO: મહિલા દિવસ પર CM ભૂપેન્દ્ર પટેલે આનંદીબેનને કર્યા યાદ, જુઓ શું કહ્યું

ParthB

Last Updated: 01:38 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ત્યારે ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. CM ભૂપેન્દ્ર પટેલે મહિલા દિવસની શુભેચ્છા પાઠવી.

  • ગાંધીનગરમાં મહિલા દિવસની ઉજવણી
  • CMએ મહિલા દિવસની શુભેચ્છા પાઠવી
  • 'નારી શક્તિ સ્વરૂપે છે, હતી અને રહેશે'

'મહિલા આજે કોઇ પણ હોદ્દા માટે ક્યાંય પાછળ નથી'

ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજના દિવસે પૂર્વ સીએમ આનંદીબેન પટેલને યાદ કરવા જોઇએ. મહિલા આજે કોઇ પણ હોદ્દા માટે ક્યાંય પણ પાછળ નથી. તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે પીએમ મોદીએ ત્યાં વસતા ભારતીયોને પરત લાવવા ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમાં મહિલા પાયલટ ફસાયેલા વિદ્યાર્થીઓને લઇને પરત આવી તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

'ગુજરાત સરકાર મહિલાઓને આત્મનિર્ભર કરવા તત્પર છે'

ગુજરાતની મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. રાજ્ય સરકાર પણ મહિલાઓને આત્મનિર્ભર બનવા તરફ પ્રોત્સાહન આપી રહી છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ   મહિલા દિન પ્રસંગે જણાવ્યુ હતુ કે ગુજરાતની મહિલાઓ આત્મનિર્ભર બનવા માટે તત્પર છે. મહિલાઓને પૂજનીય અને વંદનીય ગણીએ છીએ તે આપણી સંસ્કૃતિ રહી છે. વધુમાં જણાવ્યુ કે નારી શક્તિ સ્વરુપે છે, હતી અને રહેશે જ. જે ઘરમાં નારીનું સન્માન થયુ હોય ત્યાં દેવીનો વાસ હોય છે તેમ જણાવ્યુ હતું.

ગાંધીનગરમાં યોજાયો કાર્યક્રમ

ગાંધીનગરમાં મહિલા દિન નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજયો હતો. ભારત સરકારના મહિલા અને બાળ મંત્રાલય પુરસ્કૃત   દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે સખી વન સ્ટોપ સેન્ટરના નવ નિર્મત ભવનનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.આ ઉપરાંત સંકલિત વિકાસ સેવા યોજના અને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત નવનિર્માણાધીન 23 આંગણવાડી કેન્દ્રો અને નંદઘરનું ઇ ભૂમિપૂજન તેમજ ઇલોકાર્પણનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Gujarat CM gandhinagar women'sday ગુજરાત ગુજરાતી ન્યૂઝ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી women'sday
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ