બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM ભૂપેન્દ્ર પટેલે મનપા-નપા માટે 2111 કરોડના ચેક અર્પણ કર્યા, જુઓ કોના ફાળે કેટલી રકમ આવી?
Last Updated: 08:46 PM, 13 June 2024
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ માટે રૂ. 2111 કરોડના ચેક અર્પણનો સમારોહ ગાંધીનગરમાં સંપન્ન થયો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવજીવન સુરક્ષાને સૌથી પહેલી પ્રાયોરિટી આપવા સ્પષ્ટ તાકીદ કરી છે. માનવ જીવન સુરક્ષા સંદર્ભમાં કોઈ સમાધાન ન હોવું જોઈએ એમ પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસની આપણી તેજ રફ્તારમાં વિકાસ જેના માટે છે એ માનવીઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
ADVERTISEMENT
ગુજરાતના શહેરોના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકાર લાંબા ગાળાના વિઝન સાથે આગળ વધી રહી છે. શહેરી વિસ્તારોમાં જનસુવિધાઓનો વ્યાપક વિકાસ થાય તે હેતુથી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ કુલ ₹… pic.twitter.com/yUsHmmLtJq
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 13, 2024
ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ?
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યની નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં વિકાસના અનેક સારા કામો થયા છે. આમ છતાં, ક્યાંક કોઈ કચાશ કે ઢીલાશ રહી જાય છે. આ સ્થિતિ નિવારવા માટે પદાધિકારીઓ-અધિકારીઓને આહવાન કરતાં તેમણે કહ્યું કે, વિકાસ કામોની ગુણવત્તા-ક્વોલિટીનું સમયાંતરે મોનિટરિંગ સાથે બેસીને થાય તે જરૂરી છે. એટલું જ નહીં, પ્રજાજનોની નાની-નાની ફરિયાદો પર પણ ધ્યાન આપીને તેનું યોગ્ય અને ત્વરિત નિવારણ થાય તે જ વિકાસની સાચી દિશા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી વડાપ્રધાન નરેન્દ્રભાઈના સુશાસનમાં રહી જ નથી તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, જે નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓ સારાં કામ કરે છે તેને વધુ વિકાસ કામો માટે લોકહિત કામો માટે વધુ નાણાંની જરૂરિયાત હશે તો તે પૂરી કરવા પણ રાજ્ય સરકાર તૈયાર છે. મુખ્યમંત્રીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રને આગળ ધપાવવાની પ્રેરણા આપતા ઉમેર્યું કે, વડાપ્રધાનએ રોજિંદા જનજીવનમાં આપેલા મિશન લાઇફના આપેલા વિચારને સાકાર કરવા માટે ઘનિષ્ઠ વૃક્ષારોપણ નગરોમાં કરવું જરૂરી છે. તેમણે પર્યાવરણ અનુકૂલન વિકાસ સાથે સર્વગ્રાહી વિકાસ દ્વારા ગુજરાતને વિકસિત ભારતના સંકલ્પમાં અગ્રેસર રાખવા પણ આ તકે અનુરોધ કર્યો હતો.
મુખ્ય સચિવનું નિવેદન
મુખ્ય સચિવ રાજકુમારે ગુજરાતને દેશનું સૌથી અર્બનાઇઝ્ડ રાજ્ય ગણાવતા કહ્યું હતું કે, દેશમાં વધી રહેલા શહેરીકરણને ધ્યાને લઇને ગુજરાતના શહેરોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા 2009-10માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના શહેરોને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવા રાજ્ય સરકારે આ યોજના હેઠળ વર્ષ 2023-24 સુધીમાં રૂ. 38,000 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા કરેલા સંકલ્પને પરિપૂર્ણ કરવામાં ગુજરાતના વિકસિત શહેરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાતના વિવિધ શહેરોમાં આગવી ઓળખના વિવિધ કામો માટે રૂ.25,000 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જે પૈકીના 90 ટકા કામો પૂર્ણ થયા છે. જ્યારે, રોડ રિસર્ફેસિંગના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર કામોના 95 ટકા કામો પૂર્ણ થયા છે. તેમણે કહ્યું કે, શહેરોના આઉટગ્રોથ વિસ્તારના વિકાસના 76 ટકા કામો પૂર્ણ થયા છે. અમૃત યોજના અંતર્ગત રૂ.5167 કરોડના 452 કામો પૈકી 90 ટકા કામો પૂર્ણ થયા છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના 6 શહેરોના વિકાસ માટે રૂ. 11,650 કરોડના 357 કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જે 90 ટકા પૂર્ણ થયા છે. ગુજરાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત 8.57 લાખ આવાસોના કામ પૂર્ણ કરી અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે, ગુજરાતને આ માટે રાષ્ટ્રીય કક્ષાના વિવિધ 6 એવોર્ડ પણ મળ્યા છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ વેસ્ટ પાણીને રિસાઈકલ કરી, રાજ્ય સરકાર વાર્ષિક રૂ. 1,000 કરોડની આવક મેળવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં આજે ગુજરાત સહિત સમગ્ર દેશ સર્વાંગી વિકાસના માર્ગે અવિરત આગેકૂચ કરી રહ્યો છે. તેમણે પર્યાવરણપ્રિય અને ગુણવત્તાસભર વિકાસની સાથોસાથ જનસમસ્યાઓના સુચારુ નિવારણ બાબતે પણ માર્ગદર્શન… pic.twitter.com/mzELGiyLET
— CMO Gujarat (@CMOGuj) June 13, 2024
8 મહાનગરપાલિકાઓને રૂ. 1729 કરોડ
અત્રે ઉલ્લેખનીય છે કે, ચેક અર્પણ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 673 કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ. 516 કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. 188 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. 148 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂ. 69 કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ. 66 કરોડ, જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. 34 કરોડ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. 35 કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
વાંચવા જેવું: આજે ગુજરાતમાં ક્યાં પડ્યો વરસાદ? આગાહી કેવી? એક ક્લિકમાં જાણો હવામાનનું એલર્ટ
આ ઉપરાંત રાજ્યની ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 4 કરોડ, ‘બ’ વર્ગની 30 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. 3 કરોડ, ‘ક’ વર્ગની 60 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 2.25 કરોડ અને ‘ડ’ વર્ગની 45 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 1.5 કરોડ એમ કુલ રૂ. 382 કરોડ સહિત સમગ્રતયા રૂ. 2,111 કરોડની ગ્રાન્ટના ચેક વિતરણ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.