બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'ઈશ્વર દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન આપે એજ...', CM ભૂપેન્દ્ર પટેલથી લઇને રાષ્ટ્રપતિએ PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા

PM Narendra Modi Birthday / 'ઈશ્વર દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન આપે એજ...', CM ભૂપેન્દ્ર પટેલથી લઇને રાષ્ટ્રપતિએ PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા

Last Updated: 10:33 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે પીએમ મોદીની રૂબરૂ મુલાકાત કરી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધામંત્રીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજભવનમાં PM સાથે મુલાકાત કરી હતી અને મુખ્યમંત્રીએ ટ્વીટના મારફતે પીએમને શુભકામનાઓ પાઠવી. શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીએ લખ્યું છે વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટાને જન્મદિવસની શુભેચ્છા. સાથે જ લખ્યું ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું.

રાજ્યપાલે જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ તેઓએ લખ્યું હતું કે, જીવન અને રાષ્ટ્ર પ્રત્યેનો તમારો અભિગમ વૈશ્વિક સમાજ માટે નવી ઊર્જા અને પ્રેરણા ઉત્પન્ન કરશે. તમારા જન્મ દિવસનાં શુભ અવસર પર મારા અને ગુજરાત રાજ્યની ધર્મપ્રેમી જનતા વતી, હું તમને તમારા સુખાકારી અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું.

ગૃહમંત્રીએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વડાપ્રધાનને જન્મ દિવસની સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી.

ધારાસભ્યોએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

તેમજ ગુજરાત ભાજપનાં અનેક કાર્યકરો તેમજ ધારાસભ્યો દ્વારા પણ વડાપ્રધાનને સોશિયલ મીડિયા મારફતે જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Happy Birthday Happy Bday Modiji Narendra Modi Birthday
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ