CM Bhupendra Patel Plays cricket Surat video viral
સુરત /
VIDEO: કદમો કા બેહતરીન ઇસ્તેમાલ કરતે હુએ CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ક્રિકેટની પીચ પર આગળ વધીને માર્યો શોટ
Team VTV11:54 PM, 12 May 22
| Updated: 11:56 PM, 12 May 22
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ક્રિકેટના ચાહક છે. તેઓ તક મળે તો તેઓ મેદાન પર પણ ઉતરી જાય છે અને ભલભલાને હંફાવી દે છે. ત્યારે તેમનો ક્રિકેટના શોખનો પુરાવો આપતો એક વીડિયો સામે આવ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી બાદ CM ભૂપેન્દ્ર પટેલે પણ ક્રિકેટમાં હાથ અજમાવ્યો
સુરત ખાતે મેયર્સ કપના આયોજનમાં CM એ કરી બેટિંગ
હાથમાં બેટ લઈને આકર્ષક અંદાજમાં શોટ્સ રમ્યા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અનેક વખત ક્રિકેટ, વોલીબોલ જેવી રમતો રમતા નજરે પડી ચૂક્યા છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રિકેટમાં હાથ અજમાવ્યો છે. સુરત ખાતે મેયર્સ કપના આયોજનમાં મુખ્યમંત્રીએ બેટિંગ કરી હતી. હાથમાં બેટ લઇને આકર્ષક અંદાજમાં શોટ્સ રમ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જોરદાર બેટિંગનો એક પુરાવો મળ્યો છે. મહત્વનું છે કે, ઓલ ગુજરાત ઇન્ટરકોર્પોરેશન મેયર્સ કપમાં CM ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની તમામ 8 મનપાના મેયર અને કમિશનરની ટિમોએ ભાગ લીધો હતો.
અગાઉ અમદાવાદમાં મુખ્યમંત્રી રમ્યા હતા ક્રિકેટ
આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વેલિયન્ટ પ્રીમિયલ લીગની ટ્રોફી ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતના ગ્રામિણ ખેલાડીઓને આગળ વધવા માટે મદદ કરવાનુ વચન તેઓએ આપ્યુ હતુ. આ દરમિયાન CMએ વિપુલ નારીગરા સામે ક્રિકેટના પ્રેમને રોકી શક્યા નહોતા અને ઈંગ્લીશ વિલો બેટ ખેલાડી પાસે માંગી લીધુ હતુ. આમ તેમનો ક્રિકેટનો શોખ અચાનક જાગી ઉઠ્યો હતો. તેઓ બેટને મેળવવાની તમન્નાને રોકી શક્યા નહોતા. તેઓએ બેટને જોઈને જ કહ્યુ હતુ કે, હું પણ ક્રિકેટનો શોખીન છું. મારે પણ આવુ બેટ જોઈએ છે. તેમની ઈચ્છાને જોઈને પ્લેયર્સે પણ તેમને બેટ ગીફ્ટ કરવાની ઈચ્છા દર્શાવી હતી. વિપુલ નારીગરાએ મુખ્યમંત્રીને બેટ ગિફ્ટ કર્યુ હતુ.