CM bhupendra patel played cricket on pitch in surat video viral
સુરત /
ફરી પિચ પર ઉતર્યા ગુજરાત સરકારના 'કેપ્ટન': પહેલા બાઉન્સર...પછી બોલ સીધો ફિલ્ડની બહાર, જુઓ VIDEO
Team VTV08:18 AM, 18 May 22
| Updated: 08:18 AM, 18 May 22
સુરતમાં પાટીદાર યુવાઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનમાં CM ભૂપેન્દ્ર પટેલે એકવાર ફરી બેટિંગ પર હાથ અજમાવ્યો.
સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલે ફરીવાર ક્રિકેટ પર અજમાવ્યો હાથ
પિચ પર એવો શોટ્સ માર્યો કે બોલ સીધો ફિલ્ડની બહાર
પાટીદાર યુવાઓ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયુ હતું
સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલે ફરીવાર ક્રિકેટ પર હાથ અજમાવ્યો. ક્રિકેટના મેદાનમાં ઉતરી CMએ જોરદાર શોટ્સ માર્યો. ભૂપેન્દ્ર પટેલ વધુ એક વખત લોકોની વચ્ચે ક્રિકેટ રમ્યા. અગાઉ પણ
સુરતના મેયર્સ કપના આયોજનમાં મુખ્યમંત્રીએ બેટિંગ પર હાથ અજમાવ્યો હતો. ત્યારે એકવાર ફરી CMનો વધુ એક નવો અંદાજ જોવા મળ્યો. તમને જણાવી દઇએ કે, સુરતમાં પાટીદાર યુવાઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રમત ગમત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. દર્શના જરદોષ સહિતના મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ તેમાં હાજરી આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ક્રિકેટના ચાહક છે
અત્રે નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ક્રિકેટના ચાહક છે. તેઓ તક મળે તો તેઓ મેદાન પર પણ ઉતરી જાય છે અને ભલભલાને હંફાવી દે છે. ત્યારે અગાઉ પણ તેમનો ક્રિકેટ રમતો એક વીડિયો સામે આવ્યો હતો. જ્યારે એકવાર ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં પાટીદાર યુવાઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેટિંગ કરી જોરદાર શોટ્સ માર્યો હતો.
સુરત ખાતે મેયર્સ કપના આયોજનમાં પણ કરી હતી જોરદાર બેટિંગ
આ અગાઉ સુરત ખાતે મેયર્સ કપના આયોજનમાં મુખ્યમંત્રીએ બેટિંગ કરી હતી. જેમાં તેઓ હાથમાં બેટ લઇને આકર્ષક અંદાજમાં શોટ્સ રમ્યા હતા. મહત્વનું છે કે, ઓલ ગુજરાત ઇન્ટરકોર્પોરેશન મેયર્સ કપમાં CM ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં રાજ્યની તમામ 8 મનપાના મેયર અને કમિશનરની ટીમોએ ભાગ લીધો હતો.
અગાઉ મુખ્યમંત્રી અમદાવાદમાં પણ રમ્યા હતા ક્રિકેટ
એ પહેલાં CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વેલિયન્ટ પ્રીમિયલ લીગની ટ્રોફી ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતના ગ્રામિણ ખેલાડીઓને આગળ વધવા માટે મદદ કરવાનુ વચન તેઓએ આપ્યુ હતુ. આ દરમિયાન CMએ વિપુલ નારીગરા સામે ક્રિકેટના પ્રેમને રોકી શક્યા નહોતા અને ઈંગ્લીશ વિલો બેટ ખેલાડી પાસે માંગી લીધુ હતુ. આમ તેમનો ક્રિકેટનો શોખ અચાનક જાગી ઉઠ્યો હતો. તેઓ બેટને મેળવવાની તમન્નાને રોકી શક્યા નહોતા. તેઓએ બેટને જોઈને જ કહ્યું હતું કે, હું પણ ક્રિકેટનો શોખીન છું. મારે પણ આવુ બેટ જોઈએ છે. તેમની ઈચ્છાને જોઈને પ્લેયર્સે પણ તેમને બેટ ગીફ્ટ કરવાની ઈચ્છા દર્શાવી હતી. વિપુલ નારીગરાએ મુખ્યમંત્રીને બેટ ગિફ્ટ કર્યુ હતું.