બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયા CM ભૂપેન્દ્ર પટેલ, સંબોધનમાં 'એક' અને 'શ્રેષ્ઠ'ને ટાંક્યા

ઉજવણી / અમદાવાદમાં છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયા CM ભૂપેન્દ્ર પટેલ, સંબોધનમાં 'એક' અને 'શ્રેષ્ઠ'ને ટાંક્યા

Last Updated: 07:48 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યવસાય-ધંધા-રોજગાર-નોકરી માટે દેશભરમાં વસેલા વિવિધ રાજ્યોના સમુદાયો ઉત્સવોની ઉમંગ ઉજવણીથી પોતાની સંસ્કૃતિને સદાકાળ જીવંત રાખે છે: CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો જે મંત્ર આપ્યો છે તેને વિવિધ રાજ્યોના પારંપારિક ઉત્સવો સાકાર કરે છે. આ છઠ પૂજાનું આયોજન છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ, હિન્દી ભાષી મહાસંઘ અને માં જાનકી સેવા સમિતિના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં વસતા બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ વિસ્તાર સહિતના પરિવારો આ છઠ પૂજા ઉત્સવમાં ઉમંગ ઉલ્લાસથી જોડાયા હતા.

અમદાવાદમાં છઠપૂજા મહાપર્વમાં મુખ્યમંત્રી સહભાગી થયા

મુખ્યમંત્રીએ ઉત્સવો અને પર્વોને ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ ગણાવતા કહ્યું કે, 'વ્યવસાય, ધંધા, રોજગાર કે નોકરી માટે દેશભરમાં વસેલા બિહાર, ઝારખંડ અને અન્ય રાજ્યોના પરિવારો જ્યાં વસ્યા છે ત્યાં આવા ઉત્સવો ઉજવીને પોતાની સંસ્કૃતિને સદાકાળ જીવંત રાખે છે'. તેમણે ઉમેર્યું કે, 'દેશના અનેક રાજ્યોના લોકોએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી છે. આવા લોકોને પારંપારિક પર્વની ઉજવણીમાં પોતાના વતન જેવું વાતાવરણ મળે એ માટે આ છઠ પૂજા જેવા મહાપર્વનું આયોજન ગુજરાતમાં પણ કરાય છે. વડાપ્રધાનએ “વસુધૈવ કુટુંબકમ”નો જે ધ્યેય રાખ્યો છે તેને સૌ સાથે મળીને આવા ઉત્સવોની ઉજવણીથી સાકાર કરે છે તેનો આનંદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો'.

આ પણ વાંચો: બોલેરો સ્ટાર્ટ કર્યા બાદ ડ્રાઈવરનું મોત! બન્યું વિચિત્ર, જામનગરનો હૈયું વલોવતો અકસ્માતનો વીડિયો

PROMOTIONAL 12

મુખ્યમંત્રીએ છઠ મહાપર્વની શુભેચ્છાઓ પાઠવી

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 'નવરાત્રી, ઉતરાયણ જેવા તહેવારો જેમ ગુજરાતની આગવી ઓળખ બન્યા છે તેમ છઠ પૂજા ઉત્સવએ બિહાર સહિત ઉત્તર ભારતના રાજ્યોની આગવી પહેચાન બન્યો છે. તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનએ આપેલા સંકલ્પને પાર પાડવા સૌ દેશવાસીઓ સાથે મળીને “એક બની, નેક બનીને” આગળ વધે તેવી અપેક્ષા વ્યક્ત કરતાં છઠ મહાપર્વની શુભેચ્છાઓ પાઠવી હતી'. છઠ મહાપર્વ આયોજન સમિતિના ટ્રસ્ટી લલિત કુમાર ઝાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને પૂજા ઉત્સવની મહત્વતા વર્ણવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Chhath Puja Chhath Puja Mahaparva Chhath Puja CM Bhupendra Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ