બ્રેકિંગ ન્યુઝ
Mayur
Last Updated: 11:17 AM, 13 September 2021
આજે ભૂપેન્દ્ર પટેલ CM પદના લેશે શપથ
ADVERTISEMENT
આજે નવા CM ભુપેન્દ્ર પટેલ આજે શપથ લેશે. આજે રાજભવન ખાતે બપોરે 2.20 કલાકે તેઓ શપથ લેશે.
ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતનાં નવા CM
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આનંદીબેન બાદ હવે ફરીથી ગુજરાતમાં પાટીદારનાં હાથમાં પાવર આપવામાં આવ્યો છે. ગઇકાલે જ રૂપાણીએ રાજીનામું આપ્યું તે બાદ ઘણા બધા નામો ચર્ચામાં ચાલી રહ્યા હતા જેમા નીતિનભાઈ પટેલ ફ્રન્ટ રનર હતા. રાજકીય વિશ્લેષકો દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા ત્યારે અંતે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
CM ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘરે મંદિરમાં કરી પૂજા
પૂજા બાદ નીતિન પટેલના નિવાસે જવા રવાના થયા હતા. પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિન પટેલને મળવા પહોંચ્યા હતા અને ભારે ઉષ્માથી ઝૂકીને મળ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી
આ સ્થળોની મુલાકાતનો પ્લાન
ત્યાર બાદ શપથ ગ્રહણમાં હાજરી આપવા માટે દિલ્હીથી આવી રહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું એરપોર્ટ ખાતે સ્વાગત કરશે CM ભૂપેન્દ્ર પટેલ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.