બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવનો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આરંભ, કહ્યું PMએ સેવાનું રાજકારણ કર્યું
Last Updated: 03:38 PM, 10 February 2025
ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવ એ ભારત વિકાસ પરિષદના દરેક સભ્યો માટે સેવા, સંસ્કાર અને સમર્પણનો ઉત્સવ બની રહ્યો. સમગ્ર ગુજરાતમાં આવેલ વિવિધ શાખામાંથી આવેલ 3000થી વધુ સભ્યોએ હાજર રહીને આ ભવ્ય કાર્યક્રમને માણ્યો હતો તો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સભ્યો 200 કિમીથી પણ વધુની મુસાફરી કરીને આવ્યા હતા.
ADVERTISEMENT
'દશાઅવતાર' ની પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમની શરૂઆત
કાર્યક્રમની શરૂઆતમાં ગૌરવ પુરસ્કૃત ભારત નાટ્યમ નૃત્યાંગના શીતલબેન મકવાણા તથા તેમની ટીમ દ્વારા 'દશાઅવતાર'ની ભારત નાટ્યમની રજૂઆત સાથે થઈ હતી. જેને ત્યાં હાજર દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારબાદ ભારત વિકાસ પરિષદની ગુજરાતમાં યાત્રા દર્શાવતી એક ફિલ્મનું સ્ક્રિનિંગ કરાયું હતું. આ પ્રસંગના આરંભે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, સુરેન્દ્રભાઇ પટેલ, દિનેશભાઇ અમીન, ચૈતન્યભાઈ ત્રિવેદીએ કર્યો હતો.
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં સમાજસેવા ક્ષેત્રે તેમના સરાહનીય યોગદાન માટે અજિતભાઈ શાહ, રાજકુમાર ભગત, વિનોદભાઇ શાહ, વલ્લભભાઇ રામાણી, હિમતસિંહ રાઠોડ, સતિષભાઇ ઠક્કર અને ભરતભાઇ ઠક્કરનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં હસમુખભાઈ પટેલ, દિનેશભાઇ કુશ્વાહ, દેવાંગભાઈ દાણી, સુજયભાઈ મહેતા, જયેશભાઇ ત્રિવેદી, મહેશભાઈ પરીખ, શૈલેષભાઇ પટેલ, વિજયભાઈ ઠાકર, ભાનુભાઇ ચૌહાણ, કમાન્ડન્ટ (AOL), 100 બટાલિયન RAF અને અન્ય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ મહાકુંભ સાથે કરી સરખામણી
આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર સભ્યોને સંબોધતા મુખ્યમંત્રીએ આ સંગમને મહાકુંભ સાથે સરખાવ્યો હતો તો સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવના સાકાર થઈ રહી છે તે વિશે પણ વાત કરતાં કહ્યું હતું કે, "આજે દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓ સરકાર અને વહીવટી તંત્રને પૂરક બનીને સમાજના દરેક વર્ગને આગળ લાવીને આગવી સમાજસેવા અને કર્તવ્યનિષ્ઠાનાં દર્શન કરાવી રહી છે. અલગ અલગ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન થકી આ સંસ્થા સમાજસેવા અને રાષ્ટ્રહિતના સંસ્કારોને વિસ્તારી રહી છે." મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાનના 'યહી સમય હે, સહી સમય હે' સૂત્રને દોહરાવીને રાષ્ટ્રહિત પ્રથમ અને વિશ્વ બંધુત્વની ભાવના સાથે સૌને સ્વર્ણિમ ભારત અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
ભારત વિકાસ પરિષદ એટલે એક એવું સંગઠન જેણે વર્ષોથી ભારતભૂમિના પ્રાચીન મૂલ્યો, સંસ્કૃતિ અને સેવાની વિરાસતને જાળવી રાખી છે. તેના માધ્યમથી સમાજના પ્રબુધ્ધ વ્યક્તિઓ રાષ્ટ્રનિર્માણના કાર્યમાં તન, મન, ધનથી યોગદાન આપી રહ્યા છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 9, 2025
ભારત વિકાસ પરિષદની ગુજરાતની પ્રથમ શાખાની સ્થાપનાના 50 વર્ષ… pic.twitter.com/A1AEu9nsFD
ડૉ. મદનમોહન વૈધ એ સમજાવ્યો 'એક્સક્લ્યુડ' શબ્દનો અર્થ
આ કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ મદનમોહન વૈધ એ ભારત વિકાસ પરિષદના સભ્યોને એક્સક્લ્યુડ શબ્દનો અર્થ સમજાવતા કહ્યું હતું કે, " ભારતની કોઈ પણ ભાષામાં એક્સક્લ્યુડ શબ્દનો અર્થ નથી કારણ કે આપણે કોઈને એક્સક્લ્યુડ કરતા નથી, આપણો વિચાર સર્વ સમાવેશી છે. સમાજની કાળજી લેવાની જવાબદારી માત્ર સમાજની છે તે પશ્ચિમનો વિચાર છે ભારતમાં આવી કોઈ પરંપરા હતી નહિ. રવિન્દ્રનાથ ટાગોરના ઉલ્લેખ દ્વારા જણાવ્યું કે જે સમાજ રાજ્ય ઉપર ઓછામાં ઓછું આધારિત હોય તે સ્વદેશી સમાજ છે. આપણો વિચાર સર્વ સમાવેશી છે. "
આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ પ્રાંત અને શાખાઓ દ્વારા કરવામાં આવેલ સેવા અને સંસ્કારલક્ષી કાર્યક્રમની ઝલક આપતી એક વિશેષ પ્રદર્શની બનાવવામાં આવી હતી તથા કાર્યક્રમ સ્થળ ઉપર રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.