CM Bhupendra Patel expressed grief over Gozara accident in Boti Pipli village, announced financial assistance, 7 people died
રાધનપુર /
મોટી પીપળી ગામે થયેલા ગોઝારા અકસ્માત પર CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુ:ખ, આર્થિક સહાયની કરી જાહેરાત, 7 લોકો થયા છે મોત
Team VTV11:44 PM, 16 Feb 23
| Updated: 12:03 AM, 17 Feb 23
પાટણ જીલ્લાના રાધનપુર-વારાહી હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મૃત્યું પામનાર તેમજ ઘાયલોને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.
રાધનપુર-વારાહી રોડ પર ગત રોજ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા
મુખ્યમંત્રીએ જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
મુખ્યમંત્રી દ્વારા મૃતકોને તેમજ ઘાયલોને સહાયની કરાઈ જાહેરાત
ગત રોજ પાટણ જીલ્લાના છેવાડાના ગામ રાધનપુર-વારાહી હાઈવે રોડ પર અચાનક જીપનું ટાયર ફાટતા 7 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને અકસ્માતમાં મૃત્યું પામેલ લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. અને અકસ્માતમાં મૃત્યું પામેલ લોકોનાં પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50,000 ની સહાય રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે. તેમ ટ્વીટ કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
ગતરોજ રાધનપુરના મોટી પીપળી નજીક થયેલ અકસ્માતની ઘટના ખૂબ દુ:ખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
સ્થાનિક ધારાસભ્ય દ્વારા પર મૃતકોને સહાય કરવા રજૂઆત કરી હતી
ગત રોજ રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા ગઈકાલે મૃતકોનાં પરિવાજનોને સહાય મળે તે માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.
એકાએક જીપનું ટાયર ફાટતા જીપ ટ્રકમાં ઘુસી ગઇ
આ અકસ્માતમાં એકાએક જીપનું ટાયર ફાટતા જીપ ટ્રકમાં ઘુસી જતા જીપના ફુરચેફુરચા ઉડી ગયા હતા. ત્યારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.