CM Bhupendra patel congress leader shailesh parmar video viral jamnagar
કટાક્ષ /
'આવી જાઓ, અમે બધાને લઇ જઇએ છીએ' : CM ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ગાડીમાં સાથે આવી જવા કરી ટકોર
Team VTV03:58 PM, 07 May 22
| Updated: 06:08 PM, 07 May 22
જામનગર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા હતા. તેમણે આયોજન બદલ ધારાસભ્યને અભિનંદન પાઠવ્યા હતા.
જામનગરમાં ચાલતી ભાગવત સપ્તાહમાં સહભાગી બનતા CM
ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજીત ભાગવત કથાને ધર્મ યજ્ઞ ગણાવ્યો
CMની કોંગ્રેસ નેતાને ટકોરને લઇ રાજકીય ચર્ચાઓ શરૂ
જામનગરમાં ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) આયોજિત ભાગવત સપ્તાહનો માહોલ બરોબરનો જામી રહ્યો છે. આ સપ્તાહમાં તમામ પક્ષના રાજકીય દીગજજો હાજરી આપી ચૂક્યા છે. તેવાંમાં સપ્તાહના સાતમા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી. મુખ્યમંત્રીની સાથે કેબિનેટ મંત્રીઓ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિપક્ષી ઉપનેતા શૈલેષ પરમારને માર્મિક ટકોર કરી ગાડીમાં સાથે આવી જવા આમંત્રણ આપી દીધું હતું. મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીના ધમધમાટ વચ્ચે CMની ટકોરને રાજકિય અટકળોનો દોર શરૂ થયો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 7, 2022
માનવીના માનસિક ઉકળાટને શાંત કરવાનું કાર્ય કરતાં ધાર્મિક આયોજનો: CM
જામનગર ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજીત ભાગવત કથા મુખ્યમંત્રી સહભાગી બન્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શ્રીમદ ભાગવત કથા પારાયણ જેવા ધાર્મિક આયોજનો જીવન વ્યવહારમાં રત માનવીના માનસિક ઉકળાટને શાંતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. કથાના માધ્યમથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકાય તેનું વ્યક્તિને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, મુખ્યમંત્રીએ ભાગવત કથામાં અનાથ બાળકો, ગંગા સ્વરૂપા બહેનો, દલિત સમાજ, દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના પરિવારજનો, દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુઓ તેમજ વૃધ્ધાશ્રમના વૃધ્ધો દ્વારા થઇ રહેલી આરતિ સમાજના વિવિધ વર્ગોને એક તાંતણે જોડવાનું કામ કરે છે તેમ જણાવી તેની સરાહના કરી હતી.અને સુંદર આયોજન બદલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
કથામાં અનેક આગેવાનો રહ્યા હાજર
મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન જૂનાગઢ ગૌરક્ષા આશ્રમના મહંત પૂ. શેરનાથજી બાપુ, જામનગર મોટી હવેલીના વલ્લભ બાવાશ્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપભાઈ પરમાર, પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડીયા, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથિરીયા, ધારાસભ્ય આર.સી. ફળદુ, શૈલેષભાઈ પરમાર, મેયર બીનાબેન કોઠારી સહિતના હાજર રહ્યા હતા.