બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel Big Statement on gujarat budget
Dhruv
Last Updated: 01:09 PM, 2 February 2023
ADVERTISEMENT
બુધવારના રોજ ગઇકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 5મું અને દેશનું 75મું બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં ખેડૂતો તેમજ મહિલાઓ તદુપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર, શિક્ષણ વર્ગથી લઇને જુદા-જુદા ક્ષેત્રને લઇને મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે ખુદ PM મોદીએ ગઇકાલે કેન્દ્રીય બજેટના વખાણ કરતા કહ્યું હતું કે, 'આ બજેટ વિકસિત ભારતના વિરાટ સંકલ્પને પૂર્ણ કરનારું બજેટ છે.'
ADVERTISEMENT
આ બજેટમાં ગુજરાતને પણ મોટા ફાયદા: CM ભૂપેન્દ્ર પટેલ
ત્યારે હવે આ બજેટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારમાં પત્રકાર પરિષદ યોજી હતી. કેન્દ્રીય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ યોજતા કહ્યું હતું કે, 'આ બજેટ દરેક વર્ગના સર્વાંગી વિકાસ માટેનું બજેટ છે. આ બજેટમાં પુરતું ધ્યાન આપવામાં આવ્યું છે. ગુજરાતનું બજેટ પણ કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈને બનશે. રાજ્યના બજેટમાં પણ કેન્દ્રીય બજેટની છાંટ જોવા મળશે. સમાજના તમામ વર્ગોને સંતુલિત રાખતું આ વિકાસલક્ષી બજેટ છે. આ બજેટ અમૃતકાળને અમૃત બનાવનારું બજેટ છે. આ બજેટ દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ છે. બજેટમાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટમાં ગુજરાતને પણ મોટા ફાયદા છે.'
ગુજરાતમાં સહકારી માળખું મજબૂત, જેનો સૌથી વધુ લાભ ગુજરાત લેશે: CM
વધુમાં ગરીબ, ખેડૂત તેમજ પશુપાલકો માટેનું પણ વિકાસલક્ષી બજેટ છે. સુગર મીલને પણ આ બજેટથી ફાયદો થવાનો છે. ગુજરાતમાં સહકારી માળખું મજબૂત રીતે કામ કરે છે. જેનો સૌથી વધુ લાભ ગુજરાત લેશે. ગુજરાતમાં અપેક્ષા કરતા વધુ કામ થયા છે. આ બજેટ આર્થિક ગતિને વેગ આપનારું, ગ્રામીણ અને શહેરી વિસ્તારના સમતુલિત વિકાસવાળું તેમજ સ્કિલ વધારનારું આ બજેટ છે.'
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 66 ટકાનો વધારો કરાયો: CM ભૂપેન્દ્ર પટેલ
તદુપરાંત CM ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટમાં નાના સિમાંત ખેડૂતો, કોઓપરેટીવ્ઝ તેમજ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જાહેરાતોને આવકારદાયક ગણાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું કે, 'દેશના લાખો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 66 ટકાનો વધારો કરાયો.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.