cm bhagwant mann departments allotted to ministers
Good government /
પંજાબ સરકારમાં ખાતાની ફાળવણી: વકીલને બનાવ્યા નાણામંત્રી, ડોક્ટરને સ્વાસ્થ્યમંત્રી અને એન્જીનિયરને બનાવ્યા શિક્ષણમંત્રી
Team VTV10:06 PM, 21 Mar 22
| Updated: 10:06 PM, 21 Mar 22
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પદભાર ગ્રહણ કર્યા બાદ તુરંત એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે હવે મંત્રીઓને ખાતાની પણ ફાળવણી કરી દેવામાં આવી છે.
પંજાબમાં ભગવંત માનના કેબિનેટ મંત્રીઓ
મંત્રીઓને ફાળવ્યા ખાતા
ગૃહવિભાગ મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખ્યો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પદભાર ગ્રહણ કર્યા બાદ તુરંત એક્શન મોડમાં આવી ગયા છે. સીએમ માને મંત્રીમંડળ ગઠન કર્યાના તુરંત બાદ કેબિનેટ મીટિંગમાં સરકારી વિભાગોમાં ખાલી રહેલી 25 હજાર પદો પર ભરતી કરવાનો નિર્ણય લઈ લીધો. તો વળી તેમણે વિભાગોની વહેંચણી પણ કરી નાખી છે. સીએમ માને ગૃહ વિભાગનો પ્રભાર પોતાની પાસે જ રાખ્યો છે. જ્યારે હરપાલ ચીમાને નાણામંત્રી બનાવ્યા છે.
મંત્રીઓને ફાળવ્યા ખાતા
સીએમ ભગવંત માને હરપાલ ચીમાને રાજ્યના નાણમંત્રી બનાવ્યા છે એટલે કે, હરપાલ ચીમા હવે પંજાબનું બજેટ રજૂ કરશે. ગુરમીત સિંહ મીત હેયરને શિક્ષણ વિભાગ, ડોક્ટર વિજય સિંગલાને સ્વાસ્થ્ય વિભાગ અને હરજોત બેંસને કાયદા અને ટૂરિઝ્મ વિભાગના મંત્રી બનાવામાં આવ્યા છે.
માન મંત્રીમંડળની એક માત્ર મહિલાને મંત્રી ડોક્ટર બલજીત કૌરને સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ વિભાગ ફાળવવામાં આવ્યો છે. પંજાબની ભગવંત માન નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની સરકારમાં વિજળી વિભાગનો કાર્યભાર હરભજન સિંહ ઈટીઓ સંભાળશે. મંત્રી લાલ ચંદને ફૂડ અને સપ્લાઈ વિભાગનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
નવી સરકારમાં ગ્રામિણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગનો કાર્યભાર કુલદીપ સિંહ ધાલીવાલ સંભાળશે. લાલજીત સિંહ ભુલ્લર પંજાબનો પરિવહન વિભાગ સંભાળશે. બ્રહ્મ શંકરને પંજાબ સરકારમાં પિવાના પાણીનું ખાતા સાથે મેનેજમેન્ટ વિભાગની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ 19 માર્ચે ભગવંત માને પોતાના પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા. રાજભવનમાં આયોજીત એક કાર્યક્રમમાં રાજ્યપાલે પંજાબ સરકારના 10 મંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.