બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / હાઈ બ્લડ પ્રેશરને ઝટપટ કંટ્રોલમાં લાવી દેશે આ દેશી વસ્તુ, અન્ય પણ ઢગલાબંધ ફાયદા
Last Updated: 11:23 PM, 16 March 2025
રસોઈમાં ઉપયોગમાં આવતું લવિંગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વસ્તુ છે. લવિંગમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. લવિંગ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. લવિંગ ભોજનમાં સ્વાદ વધારવામાં ઉપયોગી છે. અલગ અલગ વસ્તુઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગ ખાવા પીવાની વસ્તુઓનો સ્વાદ અને સુગંધ વધારે છે.
ADVERTISEMENT
લવિંગ સાથે લીંબુ ખાવાથી થતા ફાયદા
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO : સાથી મિત્રોને જોઈને જ ખુશીથી ઝૂમી ઉઠી સુનિતા વિલિયમ્સ, સ્પેસમાંથી આવ્યો ઉજવણીનો વીડિયો
લવિંગ એક એવો મસાલો છે જે ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય લાભ પણ આપે છે.
તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ખનિજો ભરપૂર માત્રામાં હોય છે.
લવિગ માત્ર રોગોથી બચાવતું નથી પણ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
લવિગમાં વિટામિન સી અને ઝીંક જોવા મળે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને રોગો સામે લડવાની ક્ષમતા વિકસાવે છે
દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે લવિગનો ઉપયોગ પણ કરી શકાય છે.
જો તમને ખાંસી કે ગળામાં દુખાવો હોય તો લવિગ પણ રાહત આપે છે.
તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને શરીરની સહનશક્તિ પણ વધે છે.
લવિગમાં બળતરા વિરોધી અને બેક્ટેરિયા વિરોધી ગુણધર્મો હોય છે, જે પાચન સુધારવામાં પણ મદદ કરે છે.
કેવી રીતે કરવું લવિંગ અને લીંબુનું સેવન?
એક લીટર પાણીમાં પાંચ થી છ લવિંગ ઉકાળો. પાણીનો રંગ બદલી જાય પછી ગેસ બંધ કરો અને હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી તેનું સેવન કરો. આ રીતે બનાવેલી લવિંગની ચાને સવારે અને સાંજે પી શકાય છે. આ સિવાય રાત્રે એક ગ્લાસ પાણીમાં બે થી ત્રણ લવિંગ પલાળીને સવારે તેના પી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.