બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / cloudy weather gujarat in next 3 days by weather forecast

ગરમીથી રાહત / રાજ્યમાં આગામી 3 દિ' વરસાદી માહોલ, ક્યાંક 20થી 25 કિમીની ઝડપે પવન ફુંકાશે તો ક્યાંક પડશે વરસાદી ઝાપટાં

Dhruv

Last Updated: 07:53 AM, 23 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંતની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

  • રાજ્યમાં 3 દિવસ ગરમીથી મળશે આંશિક રાહત
  • રાજ્યમાં 4 દિવસ 20થી 25 કીમીની ઝડપે પવન ફુંકાશે 
  • આ વર્ષે ચોમાસું ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં બેસશે

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોને હવે ગરમીથી ધીરે-ધીરે રાહત મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 3 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં 3 દિવસથી વાદળછાયું વાતાવરણ રહેશે. 4 દિવસ 20થી 25 કિમીની ઝડપે પવન ફુંકાશે. હવામાન નિષ્ણાંતે અનુમાન લગાવતા જણાવ્યું કે, 'રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. આ વર્ષે ચોમાસું ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં બેસી જશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.'

 

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતાં આજે વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવ્યો છે. રાજયનાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે, આજે  વહેલી સવારથીજ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈને ગરમીનો પારો થોડો નીચે ઉતર્યો છે. આ સાથે વરસાદ થવાની અને ગરમીનો પારો નીચો રહેવાની વાત પણ જણાવી છે. બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યાં અનુસાર, હાલ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યાં છે. તેમજ આગામી 25મી મેએ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ વરસવાની વકી છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 25 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટિનો પ્રારંભ થશે. 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. 15 થી 20 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ