બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરત / clone train to start in ahmedabad and surat

સુવિધા / ગુજરાતના વ્યસ્ત રુટ લોકોની સુવિધા માટે ભારતીય રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા, જાણીને ખુશ થઇ જશો

Parth

Last Updated: 05:11 PM, 19 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે મંત્રાલયની જાહેરાત અંતર્ગત ૨૧મીને રવિવારથી  સૌથી વ્યસ્ત રૂટ પર ૨૦ જોડી ક્લોન ટ્રેન દોડશે. આ ક્લોન ટ્રેન માટે બુકિંગ પ્રક્રિયા આજથી ૧૯ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી  છે.

  • અમદાવાદથી ત્રણ અને સુરતથી એક સહિત ગુજરાતમાંથી ચાર ક્લોન ટ્રેન દોડશે
  • રેલવેની ૨૦ જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ
  • ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી પણ ક્લોન ટ્રેન દોડાવાશે

મુસાફરીના દિવસથી ૧૦ દિવસ પહેલાં ટ્રેનમાં બુકિંગ કરાવી શકાશે. ઉપરાંત  રેલ મુસાફર  ટિકિટ બુક કરાવશે તો  તેના ૧૯૦ દિવસની અંદર તેને મુસાફરી શરૂ કરવી પડશે. આ ટ્રેન સંપૂર્ણપણે રિઝર્વેશન ધરાવતી ટ્રેન છે . જે  પ્રારંભથી જ નિયત સમયે જ દોડશે અને તેની ઝડપ અન્ય ટ્રેન કરતાં વધારે હશે. આ ઉપરાંત અન્ય ટ્રેન કરતાં તેનાં સ્ટોપેજ ઓછાં રહેશે. જેના કારણે  બંને ટ્રેન છેલ્લા સ્ટેશને લગભગ એક સાથે જ પહોંચશે.

ક્લોન ટ્રેનને હમસફર રેક્સનો ઉપયોગ કરીને ચલાવવામાં આવશે  હમસફર રેક્સનું ભાડું હમસફર ટ્રેન જેટલું જ રહેશે. જન શતાબ્દી  રેક્સનું ભાડું જનશતાબ્દી જેટલું જ રહેશે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી પણ ક્લોન ટ્રેન દોડાવાશે. જ્યાં વેઇટિંગ લિસ્ટ ખૂબ લાંબું છે એવા વ્યસ્ત રૂટ પર દરેક મુસાફરને કન્ફર્મ ટિકિટ મળશે. આ માટે  ક્લોન ટ્રેન ચલાવવામાં આવી રહી છે.  મુખ્ય ટ્રેન રવાના થયા બાદ એ જ રૂટ પર બીજી ટ્રેન એ જ પ્લેટફોર્મ પરથી રવાના થશે, આ ટ્રેન વેઇટિંગ લિસ્ટવાળા પ્રવાસીઓ માટે દોડાવવામાંઆવશે. જેનાથી વેઇટિંગ ટિકિટવાળા લોકો લગભગ એટલા જ સમયમાં જે તે  સ્ટેશન સુધી પહોંચી શકશે.

અમદાવાદ-દરભંગા વાયા રતલામ, ઉજ્જેન, ઝાંસી, લખનૌ, ફૈઝાબાદ-અમદાવાદ -દિલ્હી વાયા આબુરોડ, અજમેર, જયપુર, અમદાવાદ -પટણા 

વાયા કોટા, રતલામ, આગ્રા, કાનપુર અને સુરત -છપરા વાયા ઇટારસી, જબલપુર,વારાણસી એમ ચાર ટ્રેન દોડશે

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railway ahmedabad gujarat railway surat Indian Railway
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ