બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Clear all OROP dues by Feb 28, 2024, Supreme Court directs Centre

સુપ્રીમનો ચુકાદો / 11 લાખ પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ, 3 હપ્તામાં મળશે એરિયર્સના પૈસા, જાણો ક્યારે મળશે પહેલો

Hiralal

Last Updated: 03:38 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 11 લાખ પેન્શનધારકોને 3 હપ્તામાં બાકી એરિયર્સની ચુકવણી કરી દેવાનો ઓર્ડર કર્યો છે.

  • વન રેન્ક વન પેન્શન મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
  • કેન્દ્રને આપ્યો આદેશ
  • 3 હપ્તામાં ચુકવી આપો પેન્શનના પૈસા 
  • 11 લાખ પેન્શનધારકોને 3 હપ્તામાં મળશે એરિયર્સ 

સુપ્રીમ કોર્ટે વન રેન્ક વન પેન્શન પર મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વન રેન્ક વન પેન્શન પર કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને 30 જૂન પહેલા ચૂકવણી કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને ઝટકો આપતાં ચાર હપ્તામાં એરિયર્સ ચૂકવવાની માંગને ફગાવી દઈને પેન્શનરોને ત્રણ હપ્તામાં ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે.કોર્ટે વન રેન્ક વન પેન્શન અંગે આદેશ જારી કરી દીધો છે. પરંતુ સરકારે કોઈ નક્કર પ્રસ્તાવ આપ્યો ન હતો. હવે સરકાર કહે છે કે એક જ સમયે ચૂકવણી કરવી મુશ્કેલ છે અને અદાલતને ચાર હપ્તામાં ચૂકવણી કરવાનું કહ્યું. જેને ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે સ્વીકાર્યું ન હતું. અને ત્રણ હપ્તામાં ચૂકવણી કરવાનો નિર્દેશ કર્યો હતો.

ત્રણ હપ્તામાં એરિયર્સ ચુકવવા સરકાર તૈયાર 

કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે 10-11 લાખ પેન્શનધારકોના એરિયર્સ આ વર્ષે 31 ઓગસ્ટ, 30 નવેમ્બર અને આવતા વર્ષે 28 ફેબ્રુઆરી સુધીમાં ચૂકવવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આનાથી ભૂતપૂર્વ કર્મચારીઓના પેન્શનની સમાનતા પર કોઈ અસર નહીં થાય.

એવોર્ડ વિજેતા પેન્શનરોને  પણ એરિયર્સ ચુકવવાનો આદેશ 

કોર્ટે સરકારને આ વર્ષે 30 એપ્રિલ સુધીમાં પરિવારના સભ્યો અને એવોર્ડ વિજેતા પેન્શનરોને OROP હેઠળ ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ વર્ષે 30 જૂન સુધીમાં OROP હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને બાકી ચૂકવવાનો કડક આદેશ પણ આપ્યો છે.

ભૂતપૂર્વ સૈનિકોની અરજી પર સુપ્રીમનો આદેશ 

ભારતીય ભૂતપૂર્વ સૈનિક આંદોલનની અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. આ સંબંધમાં સંરક્ષણ મંત્રાલયે સીલબંધ કવરમાં પોતાનો પ્રસ્તાવ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને ચીફ જસ્ટિસની બેન્ચે ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે કોર્ટમાં પારદર્શિતા હોવી જોઈએ. સીજેઆઈએ એમ પણ પૂછ્યું હતું કે અહીં આદેશ પોતે જ જારી કરવાનો છે. 

પેન્શનરોની ચૂકવણી માટેનું બજેટ 5 લાખ કરોડ રૂપિયા

અગાઉ 13 માર્ચે રક્ષા મંત્રાલયના 20 જાન્યુઆરીના સંદેશાવ્યવહારની નોંધ લેતા કોર્ટે કહ્યું હતું કે સરકાર પેન્શનરોને ચાર અર્ધવાર્ષિક હપ્તાઓ એટલે કે બે વર્ષમાં એરિયર્સ ચૂકવશે. જ્યારે કોર્ટે તેનો સ્વીકાર કર્યો ન હતો. પેન્શનરોની ચૂકવણી માટેનું બજેટ 5 લાખ કરોડ રૂપિયા છે અને ફેબ્રુઆરી મહિના સુધી 1.2 લાખ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

One Rank One Pension One Rank One Pension news Supreme Court One Rank One Pension
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ