Team VTV07:25 PM, 17 Jan 21
| Updated: 07:25 PM, 17 Jan 21
વર્ષ 2021ની શરૂઆતમાં સંગીત જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. મહાન ક્લાસિકલ સિંગર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું નિધન થઇ ગયું છે. તેઓ 89 વર્ષના હતા. તેમની પત્ની નમ્રતા ગુપ્તા ખાને આ દુઃખદ માહિતી શેર કરી છે.
લતા મંગેશકર, સોનૂ નિગમ અને એ.આર. રહેમાને દુઃખ વ્યક્ત કર્યું
ઉસ્તાદન ગુલામ મુસ્તફા ખાન સાહેબે પોતાના વિશાળ કરિયાર દરમિયાન પોતાના અવાજના જાદૂથી તમામને મંત્ર મુગ્ધ કરી દીધા અને સૂરોમાં રસબોળ કરી દીધા. જે શાંતિ ઉસ્તાદ ખાન સાહેબને લાઇવ સાંભળવામાં મળતી હતી તે હવે ક્યારે નહીં મળે. પરંતુ તેમાં પણ કોઇ શંકા નથી કે પોતાની પાછળ જે વિરાસત ગુલામ મુસ્તફા ખાન છોડી ગયા છે તેને સાંભળીને શ્રોતા સંગીતની આત્મીયતાથી લાંબા સમય સુધી જોડાયેલા રહેશે. પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું.
The passing away of Ustad Ghulam Mustafa Khan Sahab leaves our cultural world poorer. He was a doyen of music, a stalwart of creativity whose works endeared him to people across generations. I have fond memories of interacting with him. Condolences to his family and admirers. pic.twitter.com/jZy7eVhW68
ગુલામ મુસ્તફા ખાનની પત્ની નમ્રતા ગુપ્તાએ પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ખાન સાહેબે રાત્રે 12.37 મિનિટે બાંદ્રા સ્થિત પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમણે કહ્યું કે, આજે સવારે તેઓ સ્વસ્થ હતા. અમારે ત્યાં 24 કલાક નર્સ પણ તેમની દેખભાળ માટે રહેતી હતી. પરંતુ મસાજ દરમિયાન તેઓ વૉમિટ કરવા લાગ્યા. હું ભાગતી આવી અને મેં જોયું કે તેમની આંખો બંધ છે અને ધીરે ધીરે શ્વાસ લઇ રહ્યા હતા. મેં ડૉક્ટરને બોલાવ્યા પરંતુ ત્યાં સુધીમાં તેઓ શરીર છોડી ચૂક્યા હતા. સમગ્ર પરિવાર આ સમાચારથી દુઃખમાં છે. તેઓ જીવતા હોત તો 3 માર્ચે પોતાના જીવનના 90 વર્ષ પૂર્ણ કરત. સોશિયલ મીડિયા પર પણ નમ્રતાએ આ વાતની માહિતી શેર કરી.
લતા મંગેશકર, સોનૂ નિગમ અને એ.આર. રહેમાને દુઃખ વ્યક્ત કર્યું
ગુલામ મુસ્તફા ખાનના અંતિમ સંસ્કાર સાંતાક્રૂઝ કબ્રિસ્તાનમાં આજે સાંજે કરવામાં આવ્યા. તેમનો જન્મ 3 માર્ચ 1931ના રોજ ઉત્તરપ્રદેશના બંદાયૂમાં થયો હતો. તેમને 1991માં પદ્મશ્રી, વર્ષ 2006માં પદ્મ ભૂષણ અને વર્ષ 2018માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેઓ મહાન દિગ્ગજ સિંગર સોનૂ નિગમના ગુરૂ હતા. તેમના નિધન પર લતા મંગેશકર, ઉસ્તાદ અમજદ અલી ખાન અને એ.આર. રહેમાને દુઃખ વ્યક્ત કર્યું.
Mujhe abhi abhi ye dukhad khabar mili hai ki mahan shastriya gayak Ustad Ghulam Mustafa Khan Saheb is duniya mein nahi rahe. Ye sunke mujhe bahut dukh hua. Wo gayak to acche the hee par insaaan bhi bahut acche the. pic.twitter.com/l6NImKQ4J9