Team VTV06:50 PM, 26 Mar 23
| Updated: 08:04 PM, 26 Mar 23
રાજકોટ DGFTના ક્લાસ વનના અધિકારી જાવરીમલ બિશ્નોઈ આપઘાત મામલે આપઘાત નહીં કસ્ટોડિયલ ડેથ થયાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
રાજકોટ DGFTના ક્લાસ વનના અધિકારીએ આપઘાત મામાલે
જવાબદાર CBI અધિકારીઓ સામે FIR નોંધવાની કરી માગ
બિશ્નોઇ સમાજના આગેવાનોએ પોલીસ કમિશનરને કરી રજૂઆત
રાજકોટમાં DGFTના અધિકારી જવરીમલ બિશ્નોઈના આપઘાત મામલે પરિવારની માગ કરી છે કે,જવાબદાર CBI અધિકારીઓ સામે FIR નોંધો તેમજ બિશ્નોઇ સમાજના આગેવાનોની પોલીસ કમિશનરને રજૂઆત કપરી છે
કસ્ટોડિયલ ડેથ થયાનો પરિવારે આક્ષેપ કર્યો
ઉચ્ચ ઓફિસરનો આપઘાત નહીં કસ્ટોડિયલ ડેથ થયાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મેજિસ્ટ્રેટ ઈન્કવાયરી અને CBIના અધિકારી પર FIRની માંગ કરાઇ છે. CBIએ મૃતક DGFTના જોઈન્ટ ડાયરેક્ટર જ્વરીમલ બિશ્નોઈના ઘરેથી પોટલું કબજે કર્યું છે. પોટલામાં રોકડ રૂપિયા અને ચાંદીના સિક્કા હોવાનું બહાર આવ્યું છે. ઘરે જયારે CBI ની ટીમ પહોંચી ત્યારે પોટલું ઘરની પાસે ફેકેલુ હતું.
શું છે સમગ્ર મામલો?
રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જાવરીમલ બિશ્નોઇને રૂપિયા 5 લાખની લાંચ લેતા CBI દ્વારા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદી શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે જવરીમલ બિશ્નોઈને રૂપિયા પાંચ લાખ આપવા ગયા હતા અને જવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારી હતી. એ જ સમયે CBIની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૂપિયા 5 લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઇને રંગે હાથ ઝડપ્યા હતા.
પ્રતિકાત્મક તસવીર
ફોરેન ટ્રેડના જવરીમલ બિશ્નોઇ દ્વારા NOC આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચના પ્રથમ હપ્તા પેટે રૂ.5 લાખ આપવાનું પણ વેપારીને કહેવાયું હતું. વેપારી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે સીબીઆઈમાં અરજી કરી હતી. જેથી સીબીઆઈએ ગુનો દાખલ કરી લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાંથી પ્રથમ હપ્તા પેટે ફરિયાદી 5 લાખ રૂપિયા આપવા પહોંચ્યા હતા. જવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારતા જ CBIની ટીમ પહોંચી ગઈ હતી અને તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. જે બાદ તેઓએ ઓફિસના ચોથામાળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું.