બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : ચાલુ ક્લાસમાં હાર્ટ એટેક આવતાં સહેલીના ખભા પર ઢળી પડી છોકરી, મોતનો ડરામણો વીડિયો
Last Updated: 10:01 PM, 11 December 2024
'ગમે ત્યાં અને ગમે ત્યારે' હાર્ટ એટેકે આ વિધાનને ફરી વાર સાચું પાડ્યું છે અને ચાલુ ક્લાસમાં એક છોકરી પર કાળ બનીને ત્રાટક્યો હતો. તમિલનાડુના રાનીપેટ જિલ્લામાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થીનીને ચાલુ ક્લાસમાં હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલમાં લઈ જતાં તેનું મોત થયું હતું. મૃતક વિદ્યાર્થી અદ્વિતા નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને બુધવારે સવારે રાબેતા મુજબ શાળાએ ગઈ હતી, શિક્ષિકા જ્યારે ભણાવતાં હતી ત્યારે હાર્ટ એટેકને કારણે તે સહેલીના ખભા પર ઢળી પડી હતી, આ પછી સહેલીએ બૂમો પાડતાં બધાને ખબર પડી અને તેના તરફ દોડ્યાં હતા, ટીચર પણ ભણાવવાનું મૂકીને ત્યાં દોડ્યાં હતા અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ તેટલી વારમાં હાર્ટ એટેકે તેનું કામ કરી લીધું હતું અને છોકરીનો પ્રાણ હરી લીધો હતો.
ADVERTISEMENT
#TamilNadu: A 14-year-old student, Esha Advitha, from Sunbeam private school in Ranipet district, tragically collapsed in her classroom and was rushed to a private hospital, where she was declared dead.
— South First (@TheSouthfirst) December 10, 2024
Preliminary investigations revealed a pre-existing heart condition as the… pic.twitter.com/qOYneA6tpr
અદ્વિતા હૃદયની બિમારીથી પીડિત હતી
ADVERTISEMENT
આ ઘટના ચેન્નાઈ-બેંગલુરુ હાઈવે પર સ્થિત એક ખાનગી શાળામાં બની હતી. સવારે 11:30 વાગ્યાની આસપાસ ક્લાસ ચાલી રહ્યો હતો ત્યારે અદ્વિતા તેના ક્લાસમેટના ખભા પર પડી અને તરત જ બેભાન થઈ ગઈ. શિક્ષકો તેને તાત્કાલિક નજીકની સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અદ્વિતા હૃદયની બિમારીથી પીડિત હતી અને તેની સારવાર ચાલી રહી હતી.
સ્કૂલ અને ઘરમાં શોક છવાયો
પોલીસે ક્લાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યાં હતા. અત્યાર સુધીની સમીક્ષામાં આવું કોઈ શંકાસ્પદ પાસું સામે આવ્યું નથી. અદ્વિતાના પિતા વેલ્લોરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર છે. પુત્રીના અકાળે મોતથી પરિવારમાં ઘેરો શોક છવાયો હતો. શાળામાં સહપાઠીઓ અને શિક્ષકોમાં પણ શોકનું વાતાવરણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT