બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પાર્કિંગ બાબતે મારામારી, પડોશીએ દુકાનદાર પર કર્યો હુમલો, જુઓ CCTV
Last Updated: 08:18 AM, 7 November 2024
અમદાવાદમાં દિવસેને દિવસે ઝઘડા અને મારામારીની ઘટનાઓમાં વધારો થતો જાય છે. અસામાજિક તત્વોના વધતા જતા ત્રાસના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાની વારી આવી છે. ત્યારે લોકોમાં પોલીસનો ડર ન રહ્યો હોય તેમ પણ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
અમદાવાદમાં પાર્કિંગ બાબતે મારામારી, પડોશીએ દુકાનદાર પર કર્યો હુમલો, જુઓ CCTV#ahmedabad #parking #cctv #fight #vtvgujarati pic.twitter.com/OWGiRNWi0N
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 7, 2024
સીસીટીવી વીડિયો વાયરલ
ADVERTISEMENT
તાજેતરમાં અમદાવાદના મેઘાણીનગરમાં મારામારીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં વિસ્તારની એક સોસાયટીમાં પાર્કિંગ બાબતે મારામારી થઇ હતી. જેના સીસીટીવી વીડિયો વાયરલ થયા હતા. જેમાં એક ટોળાએ દુકાનદારને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મેઘાણીનગરમાં દુકાન આગળ રીક્ષા પાર્ક કરવા બાબતે તકરાર સર્જાઇ હતી.
આ પણ વાંચો: ચોટીલામાં મહંત યુવાનનું અપહરણ કરીને 10 લાખની ખંડણી માગતા ચકચાર, લોખંડથી માર માર્યો
જેમાં પાડોશીઓ દ્વારા લાકડીઓ વડે દુકાનદારને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં એક પછી એક વ્યક્તિએ દુકાનદાર પર હુમલો કર્યો હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું. ત્યારે સમગ્ર ઘટનાને લઇ મેઘાણીનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.