બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રંગીલા રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ, ચાની હોટલ પર કરી તોડફોડ, CCTVમાં કેદ મારામારીના દ્રશ્યો
Last Updated: 11:04 AM, 15 January 2025
રાજકોટમાં છાશવારે લુખ્ખા તત્વોની મારામારી સામે આવતી હોય છે. જેને લઇ સામાન્ય લોકોને પરેશાન થવાની વારી આવે છે, ત્યારે આ દરમિયાન પોલીસની બીક આવા લોકોને રહી ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજકોટના આકાશવાણી ચોક પાસે ચાની હોટલ ઉપર તોડફોડ થઇ હતી. જેમાં 8 થી 10 જેટલા લોકોએ મારામારી કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
જે આવ્યું તેનાથી હુમલો કર્યો
મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં આવેલી ચા નાસ્તાની હોટલ પર કોઇ કારણોસર ઝઘડો થયો હતો. જેના કારણે ઉપસ્થિત લોકોએ એકબીજા ઉપર હાથમાં જે આવ્યું તેનાથી હુમલો કર્યો હતો. જે સમગ્ર મારામારીની ઘટના CCTVમાં કેદ થવા પામી હતી.
આ પણ વાંચોઃ દેવચકલી લીલી કે સૂકી ડાળ પર બેઠી તે આખું ગામ જુએ, સાબરકાંઠામાં ઉત્તરાયણે થાય છે વાર્ષિક આગાહી
જોકે આ ઘટના કેમ સર્જાઇ અને કયા કારણોસર ઘટના થઇ તે જાણી શકાયું નથી. પરંતુ રાજકોટની યુનિવર્સિટી પોલીસે આરોપીઓ સામે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે વારંવાર આવી ઘટનાઓ બનતા પોલીસની કામગીરી પર પણ પ્રશ્નો સર્જાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.