Team VTV11:59 PM, 07 Feb 23
| Updated: 12:00 AM, 08 Feb 23
સુરતના પુણા વિસ્તારમાં મગોબના BRTS ઇલેક્ટ્રીક બસ ડેપોમાં રીલ અને સેલ્ફી લઈ રહેલા યુવાનોએ મારમારી કરી છે, સિક્યુરિટી ગાર્ડે ના પાડતા 5 યુવાન લોખંડના સળિયા સાથે ઘસી આવ્યા હતાં
સુરતના પુણા વિસ્તારમાં મારામારી
BRTS ઇલેક્ટ્રીક બસ ડેપોમાં મારામારી
5 યુવાને સિક્યુરિટી ગાર્ડેને માર માર્યો
રાજ્યમાં ક્રાઈમની ઘટના વધતી હોય તેવું જણાઈ રહ્યું છે. સુરતના પુણા વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. મગોબના BRTS ઇલેક્ટ્રીક બસ ડેપોમાં મારામારી ઘટના સામે આવી છે. રીલ અને સેલ્ફી લઈ રહેલા યુવાનોએ મારમારી કરી હોવાની ઘટના સામે આવી છે.
ઘટનાસ્થળની ફાઈલ તસવીર
ડેપોના સિક્યુરિટી ગાર્ડ, મેનેજર, સુપરવાઇઝરને માર માર્યો
રીલ્સ બનાવવા માટે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. મગોબના BRTS ઇલેક્ટ્રીક બસ ડેપોમાં રીલ્સ ઉતારતા અને સેલ્ફી લઈ રહેલા યુવાને મારામારી કરી છે. ડેપોના સિક્યુરિટી ગાર્ડ, મેનેજર, સુપરવાઇઝરને માર માર્યો છે. સિક્યુરિટી ગાર્ડે 5 યુવાનોને રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ના પાડી હતી. સિક્યુરિટી ગાર્ડે ના પાડતા 5 યુવાન લોખંડના સળિયા સાથે ઘસી આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ સહિત તમામને માર માર્યો હોવાની વિગતો પણ સામે આવી છે. સમગ્ર ઘટનાને લઇ ગોડાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે તપાસ હાથ ધરી
રિલ્સ બનાવવાની ના કહેતા લોખંડના સળિયા વડે ડેપોના સિક્યુરિટી ગાર્ડ યુવાનો તૂટી પડ્યાં હતાં, સમગ્ર ઘટનાને લઇ ગોડાદરા પોલીસે તપાસ હાથ ધરી છે, આ ઘટનાને લોકો સખત શબ્દોમાં વખોડી રહ્યાં છે તેમજ આ ઘટનાથી BRTS સ્ટાફમાં રોષ જોવા મળી રહ્યો છે.