બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: ભુજ અમદાવાદ નમો રેપિડ રેલમાં છુટા હાથની મારામારી, આ કારણે મુસાફરોમાં તડાફડી
Last Updated: 07:18 PM, 12 November 2024
નમો ભારત રેપીડ રેલ ટ્રેનમાં ભારે ભીડને કારણે છુટા હાથની મારામારી થઈ હતી. ચાલુ ટ્રેનમં ધાંગધ્રા પાસે પેસેન્જર વચ્ચે ઝઘડો થતા મારામારી થઈ હતી. ભુજ-અમદાવાદ વચ્ચે તાજેતરમાં શરૂ થયેલી નમો ભારત રેપીડ રેલ ટ્રેનમાં મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ADVERTISEMENT
નમો રેપિડ રેલમાં મુસાફરો બાખડ્યા@WesternRly #kutchnews #NamoBharatRapidRail pic.twitter.com/TjGKpP52Zz
— news (@v181989) November 12, 2024
16 સપ્ટેમ્બરે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર 2024ના રોજ વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધા યુક્ત સ્વદેશી તકનીકથી નિર્માણ પામેલી દેશની પ્રથમ નમો ભારત રેપીડ રેલ, ભુજ-અમદાવાદ નમો ભારત રેપીડ રેલ ટ્રેનના સિગ્નલ દર્શાવીને શુભારંભ કરાવ્યો હતો. આ ટ્રેન એનક સુવિધાથી સુસજ્જ હશે. ઓટોમેટીક સ્લાઈડ ડોર, મોડ્યુલર ઈન્ટીરીયર, સીસીટીવી, ફોન ચાર્જીંગ ફેસીલીટી, વેકયુમ ઈવેક્યુએશન ફેસીલીટી સાથે ટોઈલેટ, ડ્રાઈવરની એસી કેબીન, ઉર્જા કાર્યક્ષમતા માટે રીજનરેટિવ બ્રેકીંગ સીસ્ટમ, મુસાફરોની સલામતી અને મોનીટરીંગ માટે સીસીટીવી, સતત એલઈડી લાઈટીંગ વ્યવસ્થા ફાયર ડિટેક્શન સિસ્ટમ, અગ્નિશામક એરોસોલ આધારિત પ્રણાલી અને અન્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ ટ્રેન સેવા, ટ્રેન નંબર સહિત ટાઈમ અંગે પણ વિગતો આપી છે.
અઠવાડિયામાં આટલા દિવસ દોડશે આ ટ્રેન
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર તે અઠવાડિયામાં 6 દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે ચાલશે. આ ટ્રેન રવિવારે નહીં ચાલે. આ મેટ્રો સેવા હજારો મુસાફરોને મદદ કરશે જેઓ આ બે શહેરો વચ્ચે વારંવાર મુસાફરી કરે છે. તે ભારતીય રેલ્વે નેટવર્ક પર પ્રથમ મેટ્રો સેવા છે.
વધુ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલના જવાબદારોનું બેજવાબદાર નિવેદન, ડિરેક્ટર માટે મોત જાણે સામાન્ય ઘટના!
ટ્રેન સેવા ટ્રેન નંબર 09404 ભુજ-અમદાવાદ નમો ભારત રેપીડ રેલ
ટ્રેન નંબર 09404 ભુજ-અમદાવાદ નમો ભારત રેપીડ રેલ ઉદઘાટન ટ્રેન સેવા 16 સપ્ટેમ્બર 2024ના રોજ ભુજથી 16.05 કલાકે ઉપડશે અને 22.15 કલાકે અમદાવાદ પહોંચશે. રૂટમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશનો પર ઉભી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.